તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ કેસ: રવિયાએ જીપીએસસી પરીક્ષાના નામે 82 દિવસની રજા મૂકી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : મહિલા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટ્રેપ થઈ તેના 3 થી 4 દિવસ પહેલા જ પીઆઈ દિવ્યા રવિયાએ જીપીએસસીની પરીક્ષા આપવા માટે 82 દિવસની રજા લેવાનો રિપોર્ટ પોલીસ કમિશનરને કર્યો હતો. જોકે તેમની રજા મંજૂર થઈ કે કેન્સલ કરવામાં આવી તે અંગે સત્તાવાર કશું જાણી શકાયું નથી પરંતુ હાલમાં દિવ્યા રવિયા બીમારીનું કારણ આપીને 7 દિવસની રજા ઉપર હોવા અંગે તેમને પોલીસ કમિશનરને રિપોર્ટ કર્યો છે. જેના કારણે તેમની અગાઉની 82 દિવસની રજા કેન્સલ કરવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ
રહ્યું છે.

મહિલા પોલીસ સ્ટેશનના લાંચ પ્રકરણમાં ખરેખર શું થયું હતું તેમજ પીઆઈ દિવ્યા રવિયાની સંડોવણી છે કે નહીં તે સહિતની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે.કે.ભટ્ટ સોમવારે મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાતે જવાના હતા. પરંતુ સોમવારની મુલાકાત રદ કરી તેઓ હવે મંગળવારે મહિલા પોલીસ સ્ટેશને જશે. અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોએ 12 જુલાઈના રોજ મહિલા પોલીસ મથકમાં દરોડો પાડી કોન્સ્ટેબલ રમીલા અને કપિલાબેન ઉપરાંત એડ્વોકેટ ઉમા પંચાલને ફરિયાદ નહીં નોંધવા બદલ રૂ.7 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ બનાવ બાદથી જ પીઆઈ દિવ્યા રવિયાનો કોઈ પત્તો ન હતો.

જોકે બે દિવસ અગાઉ જ રવિયાએ પોલીસ કમિશનર શિવાનંદ ઝા અને મહિલા પોલીસ એસીપી મોમૈયાને ફેકસ કરી પોતાને શરદી અને તાવ હોવાથી 7 દિવસની રજા પર હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ એસીબીએ દરોડાના દિવસે પીઆઈ દિવ્યા રવિયાની શું ગતિવિધિ હતી તે અંગે પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી છે. જોકે મહિલા પોલીસ મથક ક્રાઈમ બ્રાન્ચની હેઠળ આવતું હોવાથી ભટ્ટ તેની મુલાકાત લઈ રહ્યા હોવાનું જણાવાયું છે.

7 લાખ લાંચ કેસ: 20મીએ સુનાવણી

અમદાવાદના એક માત્ર મહિલા પોલીસ મથક માં એન્ટિ કરપ્શન બ્યુરોએ છટકુ ગોઠવી બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એડ્વોકેટ નોટરી ને રૂ. 7 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. કેસમાં રિમાન્ડ બાદની કાર્યવાહી બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં ફેરવાયેલા નોટરી ઉમા પંચાલે કાયમી જામીન માટે સ્પે. કોર્ટમાં અરજી કરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો