તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ'વાદ: નોટ બદલવાની લાઇનમાં રાજ્યમાં 6નાં મોત, 5 લાખ વળતરની માગ સાથે રિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: કેન્દ્ર સરકારે જૂની નોટો બદલતા સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતમાં જ છ કરતા વધારે લોકોના મોત નિપજ્યા છે. જેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણીઓ ઊઠી છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, મુખ્યમંત્રી સહિત અન્યોને પત્ર પાઠવી વળતર ચૂકવવા માગ કરી છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવાને કારણે તેમજ નાગરિકોને સમય મર્યાદામાં જરૂરી નાણાં નહીં મળતા સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતમાં છ કરતા વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેમના મૃત્યુ માટે જવાબદાર સરકારે તેમને યોગ્ય વળતર ચૂકવવું જોઇએ. તેમણે એવી માગણી કરી છે કે, આ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ સુધીનું વળતર મળ‌વું જોઇએ.
વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જિલ્લા સહકારી બેંકોને પ્રતિબંધિત કરી દેતા તેનો પણ પ્રભાવ પડતા માત્ર રાષ્ટ્રીયકૃત બેંકો પર ભારે ભીડ જોવા મળી હતી. સરકારે લોકો સરળતાથી નોટ બદલાવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇતી હતી.
રોકડની બબાલમાં મૃત્યુ પામનારની યાદી
મૃતક કઇ રીતે મૃત્યુ પામ્યા

બકરત શેખ, આણંદ લાઈમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ
મનસુખભાઇ મકવાણા, લીંમડી લાંબી કતારમાં ઊભા રહેતા મોત
ચંદ્રાખાતુન શેખ, સુરત નોટ રદ થતાં ટેન્શનમાં આત્મહત્યા
શિવલાલ પરમાર, સુરેન્દ્રનગર બેંકમાં કામનું ભારણ વધતા મૃત્યુ
જીલુભાઇ ખાચર, રાણપુર લાઇનમાં હાર્ટ એટેકથી મૃત્યુ
ત્રિભોવનભાઇ સોલંકી, રાજકોટ દીકરીના લગ્નમાં બેંકમાંથી પૈસા નહીં મળતા આત્મહત્યા કરી
અન્ય સમાચારો પણ છે...