તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: વેન્ટિલેટર ન મળતા સિવિલમાં છ નવજાતના શ્વાસ થંભી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જનની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચીને માતા અને શિશુને શ્રેષ્ઠ સારવાર અપાતી હોવાની ગુલબાંગો વચ્ચે એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં અપૂરતા વેન્ટિલેટર અને યોગ્ય સારવારને અભાવે 2 દિવસમાં 6 નવજાત બાળકના શ્વાસ થંભી ગયા હતા. જોકે, આ બાળકો પ્રી-મેચ્યોર અને મૅજર હાઇરિસ્ક ધરાવતાં હોવાથી મૃત્યુ પામ્યાં હોવાનું હૉસ્પિટલતંત્ર જણાવી રહ્યું છે.
એનઆઇસીયુમાં કુલ 20 વેન્ટિલેટરની જરૂર સામે માત્ર 12 વેન્ટિલેટર
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલમાં 2 દિવસમાં 6 બાળક દાખલ કરાયાં હતાં. સિવિલના બાળ વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના એ-3 અને બીજા માળે આવેલા એ-5 એનઆઇસીયુ (નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ)માં રોજ 100 જેટલાં બાળકો સારવાર લેતાં હોય છે, પરંતુ આટલી સંખ્યા સામે એનઆઇસીયુમાં કુલ 20 વેન્ટિલેટરની જરૂર સામે માત્ર 12 વેન્ટિલેટર છે. તેમાંથી પણ 3 બગડેલાં છે. આથી અન્ય બાળકોને જરૂર હોવા છતાં આ સુવિધા પ્રાપ્ત થતી નથી.

બગડેલાં વેન્ટિલેટરને લીધે એક બાળકીને શ્વાસમાં લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ટેપ મારીને સરખું કરાતું હતું

યુ. એન. મહેતામાંથી સિવિલમાં દાખલ કરાયેલી ગાંધીનગરની બાળકીનું શનિવારે સાંજે મૃત્યુ થયું હતું. મૃત બાળકીના મામાએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, 4 દિવસની મારી ભાણીને સિવિલના એ-5 એનઆઇસીયુમાં ખસેડાઈ ત્યારે તેની હાલત સારી હતી. એનઆઇસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિવેટર પર મૂકવામાં આવી હતી, પણ વેન્ટિલેટર બગડેલું હોવાથી તેને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હતી. આથી હૉસ્પિટલ સ્ટાફ વારંવાર ટેપ મારીને વેન્ટિલેટર સરખું કરતો હતો. એનઆઇસીયુમાં કોઈપણ વ્યક્તિ બેરોકટોક અવરજવર કરતી હોવાથી બાળકોને ઇન્ફેક્શનનો ખતરો વધવાની સાથે સ્ટાફની તકેદારીને અભાવે તેનું મૃત્યુ થયું છે.

-મૃત્યુ પામેલાં છ બાળક

હિંમતનગરનાં 2, ગાંધીનગરનું 1 અને અમદાવાદના મેમ્કો, બાપુનગર અને મેઘાણીનગરની ખાનગી હૉસ્પિટલથી 3 બા‌ળક સિવિલમાં દાખલં કરાયાં હતાં.
આગળ વાંચો 12 વેન્ટિલેટર, તેમાં પણ ત્રણ બગડેલા, ખરાબ વેન્ટિલેટર રિપ્લેસ કરાશે, વોર્મર પર નોટ વર્કિંગ લખ્યું છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો