તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: LDમાં ઇતિહાસમાં સૌથી વધુ 550ને જોબ ઓફર, 2 લાખથી 12 લાખ સુધીનું પેકેજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: નવરંગપુરાની એલડી એન્જિનિયરિંગ કોલેજના છ દાયકાથી વધુના ઈતિહાસમાં શૈક્ષણિક વર્ષ 2015-16ના પ્લેસમેન્ટમાં સૌથી વધુ 550 વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ છે. કુલ 94 કંપનીઓએ વાર્ષિક રૂ.2 લાખથી રૂ.12 લાખ સુધીનું પેકેજ ઓફર કર્યું છે. વિદ્યાર્થિનીઓએ 130 જોબ ઓફર મેળવી છે. સૌથી વધુ 86 જોબ કમ્પ્યૂટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં, 71 જોબ મિકેનિકલ બ્રાન્ચમાં જ્યારે 63 જોબ ઈસી બ્રાન્ચમાં ઓફર થઈ છે. આ વખતનું સૌથી વધુ વાર્ષિક રૂ. 12 લાખનુ જોબ પેકેજ એચએસબીસી કંપની તરફથી મિશેલ શાહને ઓફર થયું છે.

એલડી એન્જિનિયરિંગ કોલેજના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર 2015થી જુલાઈ 2016 દરમિયાન જોબ પ્લેસમેન્ટ થયું હતું. ફાઈનલ યરના કુલ 1100 વિદ્યાર્થીમાંથી ફસ્ટ ક્લાસ મેળવનારા 850 વિદ્યાર્થીએ જોબ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર પ્રો કે.બી.ભોયાણિયા કહ્યું કે, એલડી કોલેજમાં પ્રિન્સિપાલ, પ્લેસમેન્ટ સેલના પ્રયાસોથી વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે તૈયાર કરાયા છે. જેથી સારી જોબ ઓફર મેળવનારાની સંખ્યા વધી છે.
68 વર્ષનો રેકોર્ડ

એલડી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના 1948માં સ્થાપના થઈ ત્યારથી 68 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ 550 વિદ્યાર્થીને જોબ ઓફર થઈ છે. વિદ્યાર્થીઓની ટેકનિકલ નોલેજ, કોમ્યુનિકેશન, ઈન્ટ્રા પર્સનલ સ્કિલને આધારે પસંદગી થઈ છે.એલડીનું પ્લેસમેન્ટ સારું હોવાથી કોલેજ પસંદ કરનારા વિદ્યાર્થીઓઓની સંખ્યા વધી છે. - ડો. જી.પી. વડોદરિયા, પ્રિન્સિપાલ,એલડી એન્જિ. કોલેજ
જોબ ઓફર કરનાર કંપની-વિદ્યાર્થીઓ
વર્ષ કંપની વિદ્યાર્થીઓ

2011-12 74 352
2012-13 92 448
2013-14 86 421
2014-15 64 483
2015-16 94 550
બ્રાન્ચવાર જોબ ઓફર
બ્રાન્ચ વિદ્યાર્થી
કમ્પ્યૂટર 86
મેકેનિકલ 71
ઈસી 63
આઈટી 63
ઈલેક્ટ્રિકલ 52
આઈસી 37
કેમિકલ 25
સિવિલ 29
પ્લાસ્ટિક 23
બાયોમેડિકલ 23
ઓટોમોબાઈલ 15
પર્યાવરણ 13
આટલું પ્લેસમેન્ટ
વર્ષ જોબ
2012 33
2013 54
2014 64
2015 88
2016 550
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો