તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને ટોઈલેટની સુવિધા આપવા 400 પેટ્રોલપંપ તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: જાન્યુઆરી મહિનામાં યોજાનારા સ્વચ્છતા સર્વેક્ષણ-2018માં અમદાવાદને ટોપ ટેનની યાદીમાં સમાવવા કોર્પોરેશને નીતનવા પ્રયોગો અમલમાં મૂક્યા છે. જે અંતર્ગત અમદાવાદના 400 પેટ્રોલ પંપના માલિકો પાસેથી કોર્પોરેશને સંમતિપત્રો મેળવ્યા છે. માલિકોએ એવી સંમતિ દર્શાવી છે કે, ‘અમારી મિલકતના ટોઈલેટ જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિક તેનો ઉપયોગ કરી શકે છે. અમારી મિલકતમાં કામકાજના સમયગાળા દરમિયાન ટોઈલેટના ઉપયોગ અંગેના  બેનર કે બોર્ડ પ્રદર્શિત કરવા માટે પણ અમે તૈયાર છીએ’.  


સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત શહેરના મોલ,મલ્ટિપ્લેકસ, પેટ્રોલ પંપ, બેંકો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના સ્થળોના ટોઈલેટ કામકાજના સમયગાળા દરમિયાન જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લા રાખવા અંગેનો ઠરાવ થોડા સમય પહેલા મ્યુનિ.હેલ્થ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અંતર્ગત હવે કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા જુદા જુદા ઓનર્સ પાસેથી સંમતિપત્રો લેવાયા છે.


કોર્પોરેશને જ તૈયાર કરેલા સંમતિપત્રો ઓનર્સના વંચાણે લઈ તેમની સહી લેવામાં આવે છે. હાલમાં પ્રાયોગિક ધોરણે શહેરના 400 જેટલા પેટ્રોલ પંપના માલિકો પાસેથી આ પ્રકારના સંમતિપત્રો લેવામાં આવ્યા છે. પેટ્રોલ પંપ ઓનર્સ દ્વારા તો સંમતિપત્રો આપી દેવામાં આવ્યા છે. પણ હજુ મોલ-મલ્ટિપ્લેકસ, બેંકો દ્વારા આવા સંમતિપત્રો આપવામાં આવ્યા નથી. પ્રારંભિક તબક્કે બેંકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો.

 

નાગરિકો દ્વારા હજુ સુધી કોર્પોરેશનને કોઈ ફરિયાદ મળી નથી

 

મોલ,મલ્ટિપ્લેકસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બેંકો, પેટ્રોલ પંપ, રેલવે, એસ.ટી સહિતના સ્થળોએ ટોઈલેટ જાહેર જનતા માટે ખુલ્લા રાખવા અંગેના ઠરાવ કરાયો હતો. જો કે, જો કોઈ સંસ્થા ટોઈલેટનો ઉપયોગ કરવા દે નહીં તો તેની સામે નાગરિકો કોર્પોરેશનને ફરિયાદ કરી શકશે તેવુ જણાવાયું હતું. જો કે, આ અંગે હજુ કોઈ પણ ફરિયાદ મળી નહીં હોવાનુ મ્યુનિ.સૂત્રોનું કહેવું છે. આનો મતલબ એ થયો કે મ્યુનિ.ના આદેશનું પાલન થઈ રહ્યું છે.

 

કોર્પોરેશન નીતનવા પ્રયોગો કરી રહ્યું છે

 

સ્વચ્છતા સર્વેક્ષણ-2017માં અમદાવાદ દેશભરમાં 14માં ક્રમાંકે આવ્યું હતું. જેને પગલે આ વર્ષે ટોપટેનમાં આવવા કોર્પોરેશન દ્વારા નવા પ્રયોગો અજમાવ્યા છે. સિટીઝન્સ ફિડબેક સારા મળે તે માટે પહેલીવખત વોર્ડવાઈઝ ટોળાં સફાઈ કરવામાં આવે છે. ડેઈલી અેક વોર્ડ આખેઆખો સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના રસ્તા અને બ્રિજને પણ દરરોજ રાત્રે ટ્રિટેડ પાણીથી સાફ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...