તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પામાંથી પકડાયેલી 34 વિદેશી યુવતી ડિપોર્ટ કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: વર્ક પરમિટ વગર થાઈલેન્ડ અને રશિયાથી આવીને અમદાવાદના સ્પામાં નોકરી કરતી 34 યુવતીને પોલીસે ફોરેનર્સ રિજિનલ રજિસ્ટેશન ઓફિસ(એફઆરઆરઓ) દ્વારા ડિપોર્ટ કરીને પાછી મોકલવા તજવીજ શરૂ કરી છે. જ્યારે જે પાંચ સ્પામાંથી વિદેશી યુવતીઓ પકડાઇ હતી તેના માલિકોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા પાંચેય જામીન ઉપર મુક્ત થયા છે.

 

સ્પામાંથી પકડાયેલી 34 વિદેશી યુવતીને પોલીસે ડિટેઈન કરી છે. તેમાંથી કેટલીક યુવતીઓને પોલીસે નજર કેદ રાખી છે તો કેટલીક યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે.  એસીપી અર્પિતા પટેલે જણાવ્યું હતું કે જે 5 સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા તે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ વિશે એફઆરઆરઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી છે અને તેમના દ્વારા જ આ 34 વિદેશી યુવતીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


વિદેશી યુવતીઓના પાસપોર્ટ ઉપર એમ્પ્લોયમેન્ટ પ્રોહિબિટેડ લખેલું હતું: થાઈલેન્ડ અને રશિયાથી આવેલી 34 યુવતીઓના પાસપોર્ટ ઉપર એમ્પ્લોયમેન્ટ પ્રોહિબિટેડ( વર્ક કરવા ઉપર પ્રતિબંધ)એવો સ્ટેમ્પ લાગેલો હતો. તેમ છતાં આ યુવતીઓ સ્પામાં નોકરી કરતી હતી.

 

5 સ્પાના માલિકોની પોલીસે ધરપકડ કરી

 

-પ્રાઈમ ટાઈમ સ્પાના માલિક મુકેશકુમાર મીણા : 6 વિદેશી યુવતી
- લોર્ડ સ્પા એન્ડ સલૂનના માલિક નિકુંજ મહેરિયા: 3 વિદેશી યુવતી
-એવોન થાઈસ્પાના માલિક અલ્પેશ પલાસ : 6 વિદેશી યુવતી
- થાઈ સેન્શેસન સ્પાના માલિક વિનેશ જાટ : 15 વિદેશી યુવતી
-થાઈ વેલનેસ સ્પાના માલિક ઉપેન્દ્ર વૈદનાથ : 4 વિદેશી યુવતી

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો

 

અન્ય સમાચારો પણ છે...