• Gujarati News
  • 3 Year Old Girl Physically Harassed By Father In Ahmedabad

3 વર્ષની પુત્રી સાથે સગા બાપે અડપલાં કરતા માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
શાહીબાગ વિસ્તારનો ઘૃણાસ્પદ બનાવ

અમદાવાદ: શાહીબાગમાં પોતાની જ ત્રણ વર્ષની પુત્રી સાથે પિતાએ અડપલાં કરતાં માતાએ આત્મહત્યાની કોશિશ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના શાહીબાગ વિસ્તારની મહિલાએ 181 હેલ્પ લાઇન પર રાત્રે 2.30 વાગ્યે ફોન આવ્યો હતો. જેમાં મહિલાએ જણાવ્યું કે તેને ઉંઘની ગોળીઓ ખાઇ લીધી છે અને હાથની નસ કાપી લીધી છે અને તેની 3 વર્ષની દીકરી છે. જેની સાથે તેનાપતિ શારીરિક છેડછાડ કરે છે. આ અંગે મહિલા અને તેના પતિ વચ્ચે વારંવાર ઝઘડા પણ થયા છે. આથી અંતે આ અંગે મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. પરંતુ પોલીસે માત્ર અરજી લઇને સમાધાન કરાવી દીધું હતું. આથી કંટાળીને આત્મહત્યા કરું છું.
મહિલાએ જણાવ્યું કે તેને બચાવવાની કોશિશ કરતા નહીં. તે મરવા માંગે છે. પરંતુ તેના મૃત્યુ બાદ તેની દીકરીને અનાથ આશ્રમમાં મૂકી દેજો અને સમયાંતરે તેની દેખભાળ રાખજો. જોકે, ફોન કપાઇ ગયો હતો. મહિલાએ પોતાનું સરનામું બતાવ્યું ન હતું. 181ના કાઉન્સિલરે મહિલાના લોકેશનને આધારે તેનું સરનામું શોધી તેના ઘરે ગયા હતા. અંતે ઘર મળ્યું ત્યારે તેનો પતિ ઘરની બહાર ઉંઘતો હતો. તેને ઉંઘમાંથી ઉઠાડીને કહ્યું કે તમારી પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દરવાજો ખખડાવ્યો પરંતુ મહિલા બેભાન અવસ્થામાં હતી અને તેની 3 વર્ષની દીકરીને દરવાજો ખોલતા આવડતો ન હતો. અંતે મહિલાનો પતિ ઘરની ઉપરથી છત તોડીને ઘરમાં ગયો અને દરવાજો ખોલ્યો હતો. મહિલા બેભાન હતી. જેથી 108ને બોલાવી તેને સિવિલમાં ખસેડવામાં આવી હતી. શાહીબાગ પોલીસ સિવિલમાં પહોંચી હતી.
મહિલા બેભાન થઇ જતા ફોન કપાઇ ગયો હતો
મહિલા બેભાન થઇ જતા ફોન કપાઇ ગયો હતો. મહિલાએ સરનામું બતાવ્યું ન હતું તેમ છતાં 181ના કાઉન્સિલરે મહેનત કરીને તેમનું સરનામું શોધીને તેમનો જીવ બચાવ્યો હતો. > જસવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, 181 જીવીકે