તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિરિયલ બ્લાસ્ટ કેસ: આફ્રિદી સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદનાં 21 સ્થળે કરાયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં 10 વર્ષે ધરપકડ કરાયેલા મહત્ત્વના આરોપી આલમઝેબ આફ્રિદી સામેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે પૂરી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ફોજદારી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ એ. એસ. વ્યાસ સમક્ષ 815 સાક્ષી સાથેનું ચાર્જશીટ રજૂ કર્યું છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ પૈકી અમદાવાદ બ્લાસ્ટની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં છુપાયેલા આરોપી આલમઝેબ આફ્રિદીને 21 એપ્રિલે ઝડપી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આફ્રિદી સામેની તપાસ પૂર્ણ કરી

આરોપીના રિમાન્ડ સંદર્ભની કાર્યવાહી બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને શનિવારે સાંજે ફોજદારી કોર્ટમાં આરોપી સામે ખાડિયાના ચકલેશ્વર મહાદેવ નજીક બ્લાસ્ટ કરવાના કેસમાં ચાર્જસીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીએ અમદાવાદ, રાજસ્થાન સહિતનાં અન્ય સ્થળોએ સિમિના ભડકાઉ ભાષણ અંગેની મિટિંગો ગોઠવી તેમાં ભાગ લીધો હતો. આરોપી પાવાગઢના ચાંપાનેર અને કેરળના વાઘમોન જંગલમાં ત્રાસવાદી તાલિમમાં ભાગ લીધો હતો.

અમદાવાદમાં બ્લાસ્ટ કરવા માટે કેસના મુખ્ય સૂત્રધાર અબ્દુલ સુભાન અને કયામુદ્દીન કાપડિયાની સૂચના મુજબ સ્થળોની રેકી કરી બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા. બૉમ્બની સામગ્રીની ખરીદી કરી હતી. તેને સમર્થન આપતાં ક્રાઇમ બ્રાન્ચે 815 સાક્ષી અને પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2008થી આજ સુધીની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે 70 જેટલા આરોપીને ઝડપી લીધા છે. તે પૈકીના કેટલાક આરોપીઓના કેસની સુનાવણી સ્પેશિયલ કોર્ટ સમક્ષ યોજાઈ રહી છે. આજે પણ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 21 આરોપી ફરાર છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો