તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ-ડેન્ટલની 3 હજારથી વધુ સીટ માટે 20 હજારનું ચોઈસ ફીલિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સીસ ,ગુજરાત સ્ટેટના ઉપક્રમે મેડિકલ-ડેન્ટલની 3000થી વધુ બેઠકો પરની ચોઈસ ફીલિંગ કાર્યવાહી અંતર્ગત નવમી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીમાં કુલ 20,000 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરાવ્યું છે, આ વિદ્યાર્થીઔએ ભરેલ ચોઈસ શનિવારે ડિસપ્લે કરવામાં આવનાર છે. જ્યારે રવિવારે ચોઈસ ફીલિંગનુ રીઝલ્ટ એટલે કે સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવનાર છે.

વિદ્યાર્થીઓને આજે ચોઇસ ફીલિંગ બતાવવામાં આવશે

પ્રવેશ કમિટીના ઉપક્રમે 2016-2017ની સાલ માટેની મેડિકલ-ડેન્ટલની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે, જે અંતર્ગત નવમી સપ્ટેમ્બર,2016ના રોજ કુલ 4705 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરાવ્યું છે, જ્યારે 4823 વિદ્યાર્થીઓએ ચોઈસ લોક કરાવી હતી. સાતમી સપ્ટેમ્બરથી નવમી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીમાં કુલ 20,000 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરાવ્યું છે.

-ઈજનેરી કોલેજોમાં 482 બેઠક ખાલી

સરકારી,ગ્રાન્ટ ઈન એઈડ, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડ (પીપીપી), આઈઆઈટી રામ સહિતની સંસ્થાઓની 1199 બેઠકોમાંથી શુક્રવાર સુધીમાં કુલ 718 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે, જ્યારે 481 બેઠકો ખાલી રહી છે.

-MBA-MCAમાં 4447 પીનનુ વિતરણ

એમબીએ-એમસીએની બેઠકો પરની પ્રવેશ માટેની પીન આપવામાં આવી છે, એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે કુલ કુલ 4447 પીન વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.

-ડીટુડીમાં 19281નું મેરિટ જાહેર

ડિપ્લોમા ઈજનેરીની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરીની ખાલી 30,000 બેઠકોમાંથી શુક્રવારે 19281 વિદ્યાર્થીઓનુ પ્રવેશ મેરીટ જાહેર કરાયુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો