તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદ્રાધીન પિતાનું બાઈક લઈ ગયેલા 16 વર્ષના પુત્રનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : સીટીએમ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર બુધવારે બપોરે અજાણ્યા વાહને ટક્કર મારતાં પિતાની જાણ બહાર બાઇક લઈને ગયેલા 16 વર્ષીય પુત્રનું ડિવાઇડર પર માથું અથડાતાં મૃત્યુ થયું હતું જ્યારે પાછળ બેઠેલા તેના 9 વર્ષના મિત્રને ઈજા થઈ હતી.

અજાણ્યા વાહનની ટક્કરે માથું ડિવાઈડર સાથે અથડાયું

હાટકેશ્વર રબારીવાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા નટવર સોલંકી બુધવારે બપોરે સૂઈ ગયા હતા ત્યારે તેમનો 16 વર્ષનો પુત્ર મયૂર બાઇકની ચાવી લઈ ઘરેથી નીકળ્યો હતો. તેની સાથે પડોશમાં રહેતા સાહિલને બાઇકમાં પાછળ બેસાડી બપોરે 2 વાગ્યે સીટીએમ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં બંને કિશોર ડિવાઇડર પર પટકાયા હતા.

-પોલીસ સ્ટેશને ગયા ત્યારે જ ખબર પડી

મયૂર ન મળતાં મિત્રના કહેવાથી અમે પોલીસ સ્ટેશને તે ગુમ થયાની જાણ કરવા જતાં ખબર પડી કે તેનો એક્સિડન્ટ થયો છે. એ મને અનેકવાર બાઇક માટે જીદ કરતો પણ હું તેને ના પાડતો હતો.-નટવર સોલંકી, મૃતકના પિતા
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો