તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિયાળામાં અ’વાદથી 15 નવી ફ્લાઈટ શરૂ થશે, 15 નવે.થી લખનઉની સીધી ફ્લાઈટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : દેશભરમાં હાલ ફ્લાઈટનું સમર શિડ્યૂલ અમલી છે જે 29 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ વિન્ટર શિડ્યૂલ શરૂ થશે. જેમાં અમદાવાદ એરપોર્ટથી હાલની ફ્લાઈટ્સ ઉપરાંત વધુ 15 જેટલી નવી ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. અમદાવાદથી શરૂ થનાર આ નવી ફ્લાઈટમાં પહેલીવાર લખનઉ માટે 15 નવેમ્બરથી નવી ફ્લાઈટ શરૂ કરાશે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટના રનવેનું એપ્રિલ 2016થી રિકાર્પેટિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે માર્ચ 2017 સુધી રનવે બપોરના સમયે ફ્લાઈટ મૂવમેન્ટ માટે રનવે બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.
પરંતુ વાઈબ્રન્ટ સમિટ સહિત અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોને ધ્યાનમાં રાખી સરકારની સૂચનાથી રનવે રિકાર્પેટિંગની કામગીરી ઝડપથી પૂરી કરી દેવાઈ હતી અને હવે 1 ઓક્ટોબરથી એરપોર્ટના રનવેને 24 કલાક ફ્લાઈટ મૂવમેન્ટ માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. આ અંગે તમામ એરલાઇન્સને સૂચના પણ આપી દેવામાં આવી છે.ઓક્ટોબરમાં હાલની ફ્લાઈટ ઉપરાંત અમદાવાદથી નવી કેટલીક ફ્લાઈટ શરૂ થશે. જ્યારે 29 ઓક્ટોબરથી શરૂ થતા વિન્ટર શિડ્યૂલમાં કેટલીક એરલાઇન્સ દ્વારા નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરાશે. જ્યારે હાલની કેટલીક ફ્લાઈટના સમય પત્રકમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ક્યા શહેર માટે નવી ફ્લાઈટ્સ શરૂ થશે

15 ઓક્ટોબરથી અમદાવાદથી બેંગલોર, ગોવા, દિલ્હી, પુણે અને કોલકાતા માટે નવી ફ્લાઈટ શરૂ થશે. એજરીતે 15 નવેમ્બરથી અમદાવાદથી ચેન્નઈ માટે તેમજ પહેલીવાર લખનઉ માટે નવી ફ્લાઈટની સુવિધા શરૂ થશે.
 
આગળ વાંચો, પ્રથમ તસવીર: અ’વાદ એરપોર્ટનો નવો રન-વે રેડી, 3.2 કિમી છે લંબાઇ; અમદાવાદ, જયપુર એરપોર્ટના ખાનગીકરણની કવાયત ફરી શરૂ, અમદાવાદ એરપોર્ટેનો 58.32 કરોડનો નફો
અન્ય સમાચારો પણ છે...