તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: હાફ મેરેથોનમાં 1400ની દોડ, કેન્યન યુવતી વિજેતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: રીવરફ્રન્ટ ખાતે 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન નાઈટ મેરેથોન કાર્નિંવલ યોજાયો હતો. જેમાં પ્રથમ દિવસે અલ્ટ્રા મેરેથોન અને બીજા દિવસે 3 કિલોમિટરની ફન મેરેથોન બાદ ત્રીજા અને અંતિમ દિવસે એનઆઈડી રીવરફ્રન્ટથી શરૂ થયેલી 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભારત ઉપરાંત કેન્યા ઓસ્ટ્રેલિયા, યુએસ, સ્પેન અને ટાન્ઝાનિયાના રનર્સે ભાગ લીધો હતો. વિવિધ દેશોમાંથી આવેલાં કુલ 1,400 રનર્સે ભાગ લીધો હતો. જેમાં મેલ રનર્સમાં કેન્યાના સિમિઓન કિપલાગતે 1 કલાક 10 મિનિટમાં 21 કિલોમીટરની હાફ મેરેથોન કમ્પિલટ કરી હતી. તો ફીમેલમાં રૂથ મ્બૉગોએ એક કલાક અને 35 મિનિટમાં આ રનિંગ પૂરી કરી હતી.

નાઈટ મેરેથોનમાં 95 મિનિટમાં કાપ્યુ 21 કિ.મીનું અંતર: અત્યાર સુધીમાં 28 મેરેથોન જીતી ચુકી છે રૂપ મ્બોગો

આ મેરેથોનમાં ભાગ લેવા માટે કેન્યાના ભાઈ-બહેન ટિથશ ગિથુ અને  રૂથ મ્બૉગો શહેરમાં આવ્યાં હતાં. જેમાથી બહેન  રૂથ મ્બૉગો હાફમેરેથોનમાં વિજેતા બની હતી.જ્યારે ભાઈ  ટિથશ ગિથને ઈજા થતાં વચ્ચેથી નીકળી ગયાે હતો. ટિથશ ગિથુએ 34 અને  રૂથ મ્બૉગોએ 28 મેરેથોન જીતી છે.  બંને ભાઈ બહેન કહે છે કે, ‘કુલ પાંચ કલાકની રનિંગ રોજ અમે કરીએ છીએ. આ જ અમારું જીવન છે અને મેરેથોન દોડવી એ અમારું કરિયર છે. ’ 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો