PRLમાં દેશનું 13મું સૌથી ઝડપી સુપર કમ્પ્યૂટર ‘વિક્રમ-100’ લોન્ચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલબ્ધિ : અગાઉના 12મા સુપર કમ્પ્યૂટર કરતાં 50 ગણું શક્તિશાળી

અમદાવાદ : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)માં શુક્રવારે દેશનું 13મુ સૌથી ઝડપી સુપર કમ્પ્યૂટર ‘વિક્રમ-100’નું લોકાર્પણ સાયન્ટિસ્ટ અને પીઆરએલ કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટના ચેરમેન પ્રો. યુ.આર. રાવે કર્યું હતું. જાણીતા વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં સુપર કમ્પ્યૂટરને ‘વિક્રમ: 100’ નામ અપાયું છે.

સુપર કમ્પ્યૂટર તૈયાર કરવા માટે પીઆરએલના પ્રો. દિલીપ અંગોમના અધ્યક્ષપદે 6 સભ્યોની કમિટીની રચના કરાઈ હતી અને આ કમિટીએ પીઆરએલના વૈજ્ઞાનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેના કન્ફિગ્રેશન્સ નક્કી કર્યા હતા અને તે મુજબ તૈયાર કર્યું હતું. વિશ્વમાં હાલમાં ટોપ 500 સુપર કમ્પ્યૂટરમાં સૌથી વધુ અમેરિકા પાસે 264 છે, જ્યારે ચીન પાસે 63 અને ભારત પાસે માત્ર 13 સુપર કમ્પ્યૂટર છે. પીઆરએલમાં સાયન્સ એક્ઝિબિશન સેન્ટર પણ ખુલ્લું મુકાયું હતું, તેમાં રિસર્ચ, વિશેષ પ્રયોગો દર્શાવાયાં છે.

-રાજ્યમાં બનેલું સૌથી વધુ તીવ્રતાનું પહેલું કમ્પ્યૂટર

07 સુપર કમ્પ્યૂટર્સની સંખ્યામાં ભારતનો ક્રમ.
13 કરોડ રૂપિયા આ કમ્પ્યૂટર પાછળ ખર્ચાયા.
200 ડેસ્કટોપનું કામ કરવાની ક્ષમતા
300 ટેરાબાઇટ્સની ક્ષમતા ધરાવે છે.
50 ગણું શક્તિશાળી છે અગાઉના કમ્પ્યૂટરથી.

સ્પેસ પ્રોગ્રામ, ભૂવિજ્ઞાન, રિસર્ચમાં મદદ મળી શકશે

આ સુપર કમ્પ્યૂટરની મદદથી વિજ્ઞાનની ઘણી કમ્પ્યૂટેશનલ સમસ્યા ઉકેલી શકાશે. તેનાથી સ્પેસ પ્રોગ્રામ, રિસર્ચ પ્રોજેક્ટ, ફિઝિક્સ રિસર્ચ, હવામાનની આગાહીમાં મદદ મળી શકશે. 300 ટેરાબાઇટ્સની ક્ષમતા ધરાવતા આ કમ્પ્યૂટરને અપગ્રેડ પણ કરી શકાશે.
આગળ જુઓ વધુ તસવીરો...