-પ્રવેશ: કુલ 46,062 વિદ્યાર્થીઓને સીટ એલોટ થઇ
-સરકારી કોલેજોની તમામ 10 હજાર સીટ ભરાઇ, 52 કોલેજમાં નોંધપાત્ર સીટ ખાલી
અમદાવાદ: એસીપીસી(એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ કુલ 55564 વિદ્યાર્થીઓની મેરિટ લિસ્ટની જાહેરાત કર્યા પછી શુક્રવારે કુલ 46062 વિદ્યાર્થીઓના સીટ એલોટમેન્ટ મેરિટ લિસ્ટની જાહેરાત કરી છે. જેમાં ટોપ 1000માં આવતા વિદ્યાર્થીઓએ અગ્રણી સરકારી-સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રવેશ લીધો છે. સરકારી ઈજનેરી કોલેજની તમામ 10164 બેઠકો ભરાઈ ગઈ છે. કુલ મળીને 115 સેલ્ફ ફાઈનાન્સ એન્જિનિયરિંગ કોલેજમાંથી 47 કોલેજોની 100 ટકા, 16 કોલેેજોેની 90 ટકા બેઠકો ભરાઈ ગઈ છે.
રાજ્યની ઓછી જાણીતી, અંતરિયાળમાં આવેલી 52 કોલેજોમાં નોંધપાત્ર બેઠકો ખાલી રહી છે. નિરમા યુનિવર્સિટીમાં 154 વિદ્યાર્થીઓને, એમ.એસ. યુનિવર્સિટીમાં 161, એલ.ડી.એન્જિનિયરિંગમાં 174, ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટમાં 120, પીડીપીયુમાં 82, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં 85, ધરમસિંહ દેસાઈ ઈન્સ્ટિટ્યૂટમાં 109, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 30, અમદાવાદ યુનિવર્સિટીમાં 15 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાઈ છે.
એડમિશન 14થી 21 જુલાઈ સુધીમાં કેન્સલ કરાવી શકાશે. સેકેન્ડ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કાર્યવાહી પણ 14મીથી 24મી જુલાઈ દરમિયાન થશે. અા સીટ એલોટમેન્ટની જાહેરાતને પગલે કુલ 136 કોલેજોની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતાં કુલ 61608 બેઠકોમાંથી કુલ 46062 બેઠકો એલોટ કરાઈ છે. જેના પગલે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતાં 15546 બેઠકો ખાલી રહી છે.