• Gujarati News
  • 70 Gujarati Pilgrims Reached At Delhi Stranded In Kashmir

શ્રીનગરમાં ફસાયેલા ૭૦ ગુજરાતીઓ દિલ્હી પહોંચ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારે હિ‌મવર્ષાના કારણે શ્રીનગર નજીક ફસાયેલા અમદાવાદ સહિ‌ત ગુજરાતના ૪૮૦ યાત્રીકોએ વિમાન મારફતે જમ્મુ અને દિલ્હી પહોંચવાની શરૂઆત કરી દીધી છે. આજે એક જૂથ શ્રીનગર પહોંચ્યુ હતું. તેમજ એક જૂથ દિલ્હી રવાના થયું હતું. બાકીના યાત્રીકો આવતીકાલે ગુરુવારે શ્રીનગરથી રવાના થશે તેમ ફસાયેલા યાત્રીકોએ જણાવ્યું હતું.

અમદાવાદના ટૂર આયોજકના નેતૃત્વ હેઠળ વૈષ્ણોદેવીની યાત્રાએ ગયેલા યાત્રીકો ભારે હિ‌મવર્ષાના કારણે જમ્મુ જવાના બદલે શ્રીનગર પરત ફર્યા હતા. ત્યાંથી વિમાન મારફતે જમ્મુ, દિલ્હી થઇને અમદાવાદ આવવાની કોશિશ શરૂ કરી દીધી હતી.

આજે પહેલા જથ્થામાં પપ યાત્રીકો વિમાન મારફતે જમ્મુ પહોંચ્યા હતા. જ્યારે બીજા જથ્થાના ૭૦ યાત્રીકો વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચેલા અમદાવાદના મહેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, બાકીના યાત્રીકો આવતીકાલે વિમાન મારફતે જ શ્રીનગરથી રવાના થશે.