તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 66 Chain Snatching Cases Reported In Just 61 Days In City

અમદાવાદ હવે નથી સેફઃ ૬૧ દિવસમાં ૬૬ મહિ‌લાનાં દોરા તૂટયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ‌શ્ચિ‌મ વિસ્તાર ચેઇન સ્નેચરો માટે સોફ્ટ ટાર્ગેટ
ઝોન-૧માં જ ૨૪ દોરા તૂટયાં


અમદાવાદ પોલીસે ચેઇન સ્નેચરોને ઝડપી લેવાનો એકશન પ્લાન કાગળ પર ઘડી કાઢયો છે અને તેનો કડકાઇથી અમલ શરૂ થઇ જતાં હવે ચેઇનસ્નચરો કાબુમાં આવી ગયા હોવાના પોલીસ દાવા કરી રહી છે ત્યારે વાસ્તવિકતા એ છે કે, છેલ્લા ૬૧ દિવસમાં અમદાવાદ શહેર પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચેઇન સ્નચરો ૬૬ મહિ‌લાઓના રૂપિયા ૨પ લાખના દોરા તોડી ગયા છે. જોકે ચેઇન સ્નેચરો માટે પણ ઝોન-૧ સોફ્ટ ટાર્ગેટ હોઇ સોથી વધુ ચેઇન સ્નચિંગ પણ ઝોન-૧ માં જ થયું હોવાનું બહાર આવ્યું છે.

સબ સલામતના દાવા કરતી અમદાવાદ પોલીસમાં દિવસે દિવસે ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે. ચેઇન સ્નેચરોએ માજી સાંસદ સ્વ.મુકેશ ગઢવીના પત્નીને પણ ટાર્ગેટ બનાવી તેમનો અછોડો તોડતાં પોલીસ દોડતી થઇ ગઇ છે , પરંતુ હકિકત એ તો એ છે કે હજુ સુધી પોલીસ આ અછોડાતોડને પકડી શકી નથી.