તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 5 Were Attempted Suicide In 8 Hours To Jump In Sabarmati From Bridge

અ'વાદ: સાબરમતીમાં 8 કલાકમાં 5ની મોતની છલાંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સાબરમતીમાંથી લાશ કઢાઇ તેની તસવીર)
હતાશા : જુદા જુદા બ્રિજ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરનારાઓમાં 3 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ
બ્રિજ પર જાળી મૂકવાની લોકોની માંગ
અમદાવાદ: સાબરમતી નદીમાં સોમવારે 8 કલાકમાં જ 3 પુરુષ અને 2 મહિલાઓ સહિત પાંચ લોકોએ આપઘાત કર્યો હતો. અગમ્ય કારણોસર આપઘાત કરનારા ચાર લોકોની લાશની ઓળખ ન થતાં એલિસબ્રિજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, સોમવારે એલિસબ્રિજ ઉપરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા ફાયરના જવાનો રેસ્ક્યુ બોટ સાથે નદીમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ અેલિસબ્રિજ નીચેથી 10:25 વાગે પડતુ મૂકનાર યુવકની લાશને ફાયર બ્રિગેડે શોધી બહાર કાઢી હતી. આ ઘટના અંગે ફાયરબ્રિગેડ અને એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જેમાં મૃતક યુવાનના કપડામાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય કાગળો મળી આ‌વ્યાં હતાં. જેના આધારે યુવકનું નામ દિનેશ કાનજીભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે લાઈસન્સ સાથે પીળા કલરનું જ્વેલર્સનું કાગળ મળી આવ્યું હતું. જેમાં ભૂદરપુરાના અષ્ટાપદ જ્વેલર્સમાંથી રૂ.10 હજાર મૃતકના પિતા કાનજીભાઈના નામે ઉછીના લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એલિસબ્રિજ પોલીસે પ્રાથમિક તપાસમાં યુવકના માથે દેવું થઈ જતા તેને આપઘાત કરી લીધો હોવાનું માને છે. બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવવાના વધતા જતા કિસ્સાના પગલે વિવિધ બ્રિજ પર જાળી મૂકવાની લોકો લાંબા સમયથી માગણી કરી રહ્યા છે.
પાંચમાંથી ફક્ત એક મૃતકની ઓળખ થઈ આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...