તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટી સી લવસ્ટોરી: ૨૧ વર્ષની યુવતી ૧૬ વર્ષના પ્રેમીને ભગાડી ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભારે વરસાદમાં તરુણ તેની સ્ત્રી મિત્રને પોતાના ઘરે લઈ ગયો અને સવારે તે તેને ભગાડી ગઈ. ઘરમાં ચેક કરતાં પુત્ર ૮૦ હજાર સાથે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું.

છોટી સી લવ સ્ટોરી ફિલ્મની માફક અમદાવાદ શહેરમાં પણ એક એકવીસ વર્ષની યુવતીને રાત્રે મિત્રો સાથે બેસતા ૧૬ વર્ષના તરુણ સાથે પ્રેમ થઇ ગયો હતો. પોતાના કરતાં પાંચ વર્ષ મોટી યુવતીના પ્રેમમાં પડેલો તરુણ ગુરુવારે રાત્રે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે જ ધોધમાર વરસાદ પડયો જેમાં યુવતીને ઘરે જવું શક્ય ન હોવાથી તરુણ તેને પોતાના ઘરે લઇ ગયો હતો. સવારે તે માતા-પિતાની રજા લઇને એક્ટિવા લઇને યુવતીને તેને ઘરે મૂકવા માટે ગયો હતો.

જે સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તપાસ કરી તો પુત્ર અને તેની મિત્રનો ફોન બંધ હતો. ઘરમાં ચેક કરતાં પુત્ર રૂપિયા ૮૦ હજાર સાથે લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રે ઘરે રોકાયેલી પુત્રીની મિત્ર જ તેને ભગાડી ગઇ હોવાની વાતનો અણસાર આવી જતાં તરુણના પરિવારજનોએ સોલા પોલીસ મથકે પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ વિચિત્ર પ્રેમ પ્રકરણમાં ભાગેલા પ્રેમી પંખીડાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ કિસ્સાની વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...