• Gujarati News
  • 15 Thousand Teachers Standard 10th 57 Lac Answer Paper Will Check

૧પ હજાર શિક્ષકો ધોરણ-૧૦ની પ૭ લાખ ઉત્તરવહીઓ તપાસશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવારથી ઉત્તરવહી મૂલ્યાંકનની કાર્યવાહીનો પ્રારંભ કરાશે

ધોરણ-૧૦ની પરીક્ષા શનિવારે પૂર્ણ થયા બાદ સોમવારથી ઉત્તરવહી મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાશે. સાડા નવ લાખ વિદ્યાર્થીઓની અંદાજે પ૭ લાખ જેટલી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી ૧પ હજાર શિક્ષકોને સોંપાઈ છે. ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી ૧૦૦થી વધુ કેન્દ્રો પર હાથ ધરાશે.

પ્રથમ તબક્કામાં ૩૬ કેન્દ્રો પર ઉત્તરવહી મૂલ્યાંકન હાથ ધરાશે. ત્યાર બાદ પાંચ દિવસ પછી વધુ ૪૦ કેન્દ્રો પર મૂલ્યાંકનની કામગીરી હાથ ધરાશે. આમ તબક્કવાર ૧૦૦થી વધુ કેન્દ્રો પર મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. બોર્ડ દ્વારા ૩૧ માર્ચ સુધીમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડ દ્વારા આ વખતે ફાજલ થયેલા શિક્ષકોને પણ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે.

હાજર ન રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી થશે

ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે જે શિક્ષકો હાજર નહીં થાય તો તેવા શિક્ષકો સામે બોર્ડ દ્વારા આ વખતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ભૂતકાળમાં પણ અનેક શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં જોડાયા ન હતા. જેના પગલે પરિણામો પર અસર પડી હતી.

તબક્કાવાર મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યા વધારાશે

ધોરણ-૧૦ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૩૬ મૂલ્યાંકન કેન્દ્રો પર કાર્યવાહી હાથ ધરાશે. ત્યાર બાદ તબક્કાવાર મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યા વધારાશે. ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં પંદર હજાર જેટલા શિક્ષકોને સામેલ કરાશે. એમ.એમ.પઠાણ, ઓએસડી, શિક્ષણ બોર્ડ