અમદાવાદ : દાણીલીમડામાંથી ગેરકાયદે ગોંધી રખાયેલા 120 કાચબા પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પાણીમાં રહેનારા કાચબા)
કાચબાના હોલસેલ વેપારીને ત્યાં વનવિભાગનો દરોડો

અમદાવાદ : દાણીલીમડામાંથી મંગળવારે ફોરેસ્ટ અને એનિમલ એક્ટિવિસ્ટ દ્વારા કાચબા પકડ્યા હતા. દાણીલીમડાના ટૂબા એક્વેરિયમમાં બપોરે રેડ પાડીને 85 હજારના કાચબા પકડ્યા હતા. ટૂબા એક્વેરિયમના માલિક અલ્તાફ હુસેન અનવરભાઇ શેખ તેમજ બે કામ કરતા નીરજ ચોરસિયા અને અબ્દુલ હકીમની ધરપકડ કરી હતી. એક્વેરિયમમાં માછલીઓ સાથે કાચબાનું વેચાણ ચાલી રહ્યું હોવાનું વનવિભાગના ધ્યાને આવતાં વનવિભાગે દાણીલીમડાની ટૂબા એક્વેરિયમ પર વોચ ગોઠવી મંગળવારે બપોરે કાચબાઓનું મોટું કન્સાઇનમેન્ટ આવતા વન વિભાગે રેડ પાડી હતી. જેમાં ટૂબા એક્વેરિયમમાંથી 85 હજારના 45 સૂરજ કાચબા અને 75 પાણીના કાચબાઓ મળી આવ્યા હતા.

દુકાનના માલિક અલ્તાફ હુસેન અનવરભાઇ શેખની ધરપક્ડ કરી હતી. કાચબાને રેસ્કયુ કરીને વનવિભાગ ખાતે રખાયા છે. સૂરજ કાચબાને કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવશે જ્યારે પાણીના કાચબાને ઇન્દ્રોડા ખાતે રખાશે. વન વિભાગના એસીએફ આર. કે. પટેલે જણાવ્યું કે, અલ્તાફ માછલી અને કાચબાઓનો હોલસેલ વેપારી છે અને તે માછલી સાથે કાચબાઓનું હોલસેલમાં વેચાણ કરતો હતો. અલ્તાફ મુંબઇથી કાચબાઓને થર્મોકોલ બોક્સમાં મંગાવતો હતો અને પેટ શોપ તેમજ માછલી વેચનારને સપ્લાય કરતો હતો.
આગળ જુઓ વધુ તસવીર