૮મીથી ધો.૧૧ સાયન્સમાં પ્રવેશ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વખતે પ્રથમ સ્કૂલની મેરિટ યાદી જાહેર કરાશે ૮ જૂનથી ૧૧ જૂન દરમિયાન અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે ધો.૧૧ સાયન્સમાં ૮ જૂનથી પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરાશે. આ વખતે પણ ધોરણ-૧૧ સાયન્સમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. જો કે આ વર્ષે સૌપ્રથમ સ્કૂલના વિદ્યાર્થીઓની મેરિટ યાદી જાહેર કરી દેવાશે, જેથી તેમને અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવો હોય તો તેની જાણ રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું ત્રણ તબક્કામાં કાર્યવાહી પૂર્ણ કરવાનું આયોજન છે. ધો.૧૧ સાયન્સમાં ૮ જૂને શાળાઓ દ્વારા સૌપ્રથમ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓની મેરિટ યાદી જાહેર કરવાની રહેશે. ત્યાર બાદ ૮ જૂનથી ૧૧ જૂને અન્ય સ્કૂલના વિદ્યાર્થીઅ માટે ફોર્મ વિતરણ-સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરાશે. ફોર્મ પરત આવ્યા બાદ ૧૨ જૂને પ્રથમ મેરિટ યાદી જાહેર કરાશે. મેરિટ યાદી જાહેર કરાયા બાદ ૧૩ જૂન સુધી ફી સ્વીકારાશે. આ જ રીતે ૧૪મીએ બીજી અને ૧૬મીએ ત્રીજી મેરિટ યાદી જાહેર કરાશે. ધો.૧૧ સાયન્સમાં સ્કૂલ દ્વારા એક વર્ગમાં પોતાની સ્કૂલના ૪૦, અન્ય સ્કૂલના ૧૦ અને અનામત કેટેગરીના ૧૬ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવો પડશ, જ્યારે લઘુમતી શાળાઓએ પોતાની સ્કૂલના ૪૬, અન્ય સ્કૂલના ૨૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી અનામત કેટેગરીમાં હોય તેને ૮ જૂને જાહેર થનારી સ્કૂલની યાદીમાં પ્રવેશ મળતો હોય તો તેને સીધો પ્રવેશ આપી દેવાશે. ધોરણ-૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહી ૮ જૂને શાળા દ્વારા પોતાના વિદ્યાર્થીઓની મેરિટ યાદી જાહેર કરાશે. ૮થી ૧૧ જૂન દરમિયાન અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનાં રહેશે. ૧૨ જૂને પ્રથમ મેરિટ યાદી જાહેર કરાશે. ૧૨-૧૩ જૂન દરમિયાન મેરિટમાં સમાવષ્ટિ વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. ૧૪ જૂને બીજી મેરિટ યાદી જાહેર કરાશે ૧૪-૧પ જૂને બીજી મેરિટ યાદીમાં સમાવષ્ટિ વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. ૧૬ જૂને ત્રીજી મેરિટ યાદી જાહેર કરાશે. ૧૬-૧૮ જૂને ત્રીજી મેરિટ યાદીમાં સમાવષ્ટિ વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. અનામત કેટેગરી માટે ૨પ જૂને પ્રવેશ કાર્યવાહી ધોરણ-૧૧ સાયન્સમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૨પ જૂને પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. સવારે ૯ કલાકે રાયખડ ખાતેની કન્યાવિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી યોજાશે. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ૧૯ અને ૨૦ જૂને ફોર્મ મળશે. વિદ્યાર્થીઓને મંગળ વિદ્યાલય (મીઠાખળી), વિદ્યાનગર હાઇસ્કૂલ (નારણપુરા), એમ.પી. પટેલ જ્ઞાનજ્યોત વિદ્યાલય (ઘાટલોડિયા), કામેશ્વર વિદ્યાલય (જોધપુર), દુર્ગા વિદ્યાલય (મણિનગર), પૂજા વિદ્યાલય (સીટીએમ), શ્રીજી હાઇસ્કૂલ (બાપુનગર) તથા અસારવા હાઇસ્કૂલ (અસારવા) ખાતેથી ફોર્મ મળશે.