વીજદરમાં પ્રતિ યુનિટ ૧૦ પૈસાનો વધારો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના વીજવપરાશકારો ઉપર ૪૧૮ કરોડનો બોજો ભાવવધારો પહેલી જૂનથી અમલમાં મુકાયો ગુજરાત વીજ નિયમન પંચે વીજળીમાં પ્રતિ યુનિટ દસ પૈસાના ભાવ વધારાની મંજૂરી વીજ કંપનીઓને આપી છે.આ ભાવવધારો પહેલી જૂનથી જ અમલી બનાવી દેવામાં આવ્યો છે. ટોરેન્ટ પાવરે પ૦ પૈસાના ભાવવધારાની માગ કરી હતી જ્યારે જાહેર ક્ષેત્રની ચાર વીજ વિતરણ કંપનીઓએ ૨૦૧૨-૧૩ માટે કોઈ ભાવ વધારાની માંગ જ કરી નહોતી. તેમના માટે સુઓ મોટો પિટિશન દાખલ કરીને દસ પૈસા ભાવવધારો આપવામાં આવ્યો છે. જો કે આગામી મહિ‌નામાં ફયુલ પ્રાઈઝ અને પાવર પરચેસ એગ્રીમેન્ટ હેઠળ વીજળીના ભાવમાં ૧પથી ૨૦ પૈસાનો યુનિટ દીઠ ઘટાડો આવશે તેવી અપેક્ષા છે, તેને સરભર કરવા આ ભાવવધારો આપી દેવાયો હોવાનું મનાય છે. આ ભાવવધારાના કારણે ગુજરાતના લોકો પર ૪૧૮ કરોડનું વધારાનું ભારણ પડશે. અમદાવાદ, ગાંધીનગર અને સુરતના ટોરેન્ટના વીજગ્રાહકોના બિલમાં ૧.૯૧ ટકા અને રાજ્યના બાકીના વીજ વપરાશકારોના બિલમાં ૧.પ૩ ટકાનો વધારો આવશે. ખેતી વિષયક ગ્રાહકો અને ગરીબી રેખા નીચેના ગ્રાહકો એટલે કે ઘર વપરાશમાં માસિક પ૦ યુનિટ સુધીનો વીજ વપરાશ કરનારા ગ્રાહકો માટે કોઈ પણ ભાવવધારો જાહેર કરવામાં આવ્યો નથી. જર્કે ટ્રિબ્યુનલના આદેશનુંખોટું અર્થઘટન કરી ભાવવધારો આપ્યો 'જાહેર ક્ષેત્રની ચાર વીજ વિતરણ કંપનીઓએ ભાવવધારો માગ્યો ન હોવા છતાં સુઓ મોટો પિટિશન કરીને અપાયો છે તેના માટે એપેલેટ ટ્રિબ્યુનલનો ઓર્ડર ટાંકવામાં આવ્યો છે. હકીકતે આ ઓર્ડરનું ખોટું અર્થઘટન કર્યુ છે. આ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે વીજ કંપનીઓ ખોટ કરે છે તેઓ ભાવવધારો ન માંગે તો પણ આપવો જોઈએ. ગુજરાતમાં ટોરેન્ટનો ૧૧૦૦ કરોડનો નફો છે જ્યારે જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓનો ૧૭પ કરોડનો નફો છે તો ટેરિફ વધારો આપવાની કયાં જરૂર છે?’ કે. કે. બજાજ, ડાયરેકટર, સીઈઆરસી કોના બિલમાં કેટલો વધારો -----------------------------------અમદાવાદ-ગાંધીનગર-----રાજ્યના અન્ય
-----------------------------------અને સુરત માટેનું બિલ-----વિસ્તારો માટેનું બિલ વપરાશકાર------------------------------જૂન-----નવું-----જૂનું-----નવું ઘરમાં મહિ‌ને ૧૦૦ યુનિટ---------------પ૬૩-----પ૬૯-----પ૩૦-----પ૩૬ મહિ‌ને પ૦ યુનિટ- દુકાનદાર---------------૪૨૬-----૪૩૩-----૪૧૪-----૪૨૧ મહિ‌ને પ૦૦ યુનિટ-મોટો દુકાનદાર----------૩પ૬૦-----૩૬૨૩-----૩પ૨૯-----૩પ૯૦ મહિ‌ને ૧પ૦૦ યુનિટ-એલ ટી ઈન્ડ.----------૮૯૪૦-----૯૧૦પ-----૮૯૨૪-----૯૦૮૯ મહિ‌ને ૬૦ હજાર યુનિટ-એચ ટી ઈન્ડ.-----૪,૩૯,૦૦૦-----૪,૪૬,પ૦૦-----૪,૧૦,૯પપ-----૪,૧૭,૮પપ (તમામ આંકડા રૂપિયામાં છે)