૧૦ લાખ લોકોને ડોર ટુ ડોર પાણી મળશે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એસ.જી. હાઇવે અને એસ.પી. રિંગરોડ વચ્ચેના પટ્ટાના વિસ્તારોને લાભ શહેરના પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઇવે અને સરદાર પટેલ રિંગરોડ વચ્ચેના નવા વિકસી રહેલા વિસ્તારોને નર્મદા કેનાલમાંથી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે મ્યુનિ.એ ૪૫ કરોડના ખર્ચે જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેનાથી અંદાજે ૧૦ લાખ લોકોને બોરવેલનાં ક્ષારયુકત પાણીથી છુટકારો મળશે. નવા પશ્ચિમ ઝોનમાં સમાવાયેલા વિસ્તારો પૈકી એસ.જી. હાઇવેની પૂર્વ તરફની તમામ નગરપાલિકાને નર્મદાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે, જ્યારે હાઇવેની પશ્ચિમ તરફના અને એસ.પી. રિંગરોડ વચ્ચેના વિસ્તારોમાં જાસપુરમાંથી પાણી પૂરું પાડવા માટે વોટર પ્રોજેક્ટ ખાતા દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે. તે મુજબ મ્યુનિ. સંચાલિત જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધુ ૧૨૫ એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરાશે. જેના માટે ટેન્ડર બહાર પાડી દેવાતાં પ્લાન્ટ તૈયાર કરવાથી માંડીને ઓપરેશન મેઇન્ટેનન્સની કામગીરી માટે ૩૯.૧૯ કરોડનું લોએસ્ટ ટેન્ડર આવી ગયું છે, તેમજ લોએસ્ટ ટેન્ડરના આધારે ૪૫.૮૯ કરોડનો રિવાઇઝ અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે તેવી માહિતી આપતાં સ્ટે.કમિટી ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીનભાઈ પટેલે કહ્યું કે, પ્રોજેક્ટમાં કશુ વાંધાજનક નથી, પરંતુ પ્રોજેક્ટની સાથે સાથે ઝોનમાં નેટવર્ક અને પિમ્પંગ સ્ટેશનની કામગીરી ચાલુ થાય તે માટે અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા ચાલી રહી છે. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ અમલમાં મૂકવા ક્યારનીય વિચારણા ક્યારની ચાલી રહી હતી, પરંતુ નવા વિસ્તારોમાં આંતરિક નેટવર્ક તથા પિમ્પંગ સ્ટેશન વગેરે કામગીરી થઈ શકી નથી પરંતુ હવે ઝડપભેર કામગીરી હાથ ધરાશે અને લાખો લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાશે. નવા પ્રોજેક્ટની વધુ વિગતો આપતાં સિટી ઇજનેર તરુણ લાડે જણાવ્યું હતું કે, હાલમાં નર્મદા કેનાલ આધારિત જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ૨૭૫ એમએલડી છે, તેમાં ૧૨૫ એમએલડીનો વધારો કરી ૪૦૦ એમએલડી કરવામાં આવશે. રિંગરોડ ઉપર ૪૨ કરોડના ખર્ચે મેઇન ટ્રંકલાઇન નખાશે : નવા પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઇવેની પૂર્વ તરફના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે હાઇવે ઉપર મેઇન ટ્રંકલાઇન નાખવામાં આવી છે. તેવી જ રીતે પશ્ચિમ તરફના વિસ્તારોને પાણી પહોંચાડવા માટે એસ.પી. રિંગરોડને સમાંતર ૪૨ કરોડના ખર્ચે ટ્રંકલાઇન નાખવા ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યાં છે. આ અંગે વોટર પ્રોજેક્ટ દ્વારા લાઈન ક્યાંથી ક્યાં જશે તેનો નકશો પણ આપી દેવાયો છે. શાંતપિુરા ચોકડી સુધી લગભગ ૧૧ કિલોમીટર લાંબી મેઇન ટ્રંકલાઇનમાંથી જુદા જુદા વિસ્તારોમાં ઊભા થનારા વોટર ડસ્ટિિ^બ્યુશન સ્ટેશનમાં જોડાણ આપવામાં આવશે. ક્યા વિસ્તારોને ફાયદો થશે : જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણથી એસ.જી. હાઇવે અને એસ.પી. રિંગરોડ વચ્ચેના ભાડજ, ઓગણજ, શીલજ, હેબતપુર, સોલા, આંબલિ, બોપલ, ઘુમા, મહંમદપુરા, શાંતિપુરા, સરખેજ વગેરે વિસ્તારોમાં નર્મદાનાં પાણી પહોંચશે. હાલ ક્યા વિસ્તારોને પાણી મળે છે : ઔડાએ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરેલા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી એસ.જી. હાઇવેની પૂર્વ તરફના ચાંદખેડા-મોટેરા, રાણીપ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, જોધપુર, વેજલપુર અને સરખેજમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે.