• Gujarati News
  • 1 Person Commits Suicide Every 40 Seconds Around The World

‘વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે’: વિશ્વમાં દર 40 સેકન્ડે 1 વ્યક્તિ આપઘાત કરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
10 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે’
દેશમાં વર્ષે 1 લાખે 21.1 વ્યક્તિ જીવ ટૂંકાવે છે
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ૧૦ સપ્ટેમ્બરને ‘વર્લ્ડ સ્યૂસાઇડ પ્રિવેન્શન ડે’ તરીકે મનાવાય છે અને આ દિવસે યેનકેન કારણથી જીવન ટૂંકાવવાની વૃત્તિ ત્યજવા બાબતે લોકોને પ્રેરિત અને જાગૃત કરતા કાર્યક્રમો યોજાય છે. આમછતાં આંચકાજનક બાબત એ છે કે, ભારતમાં વર્ષે એક લાખે ૨૧.૧ વ્યકિત આત્મહત્યા કરે છે. તેમાં પણ મહિ‌લાઓ કરતાં પુરુષોનું પ્રમાણ વધુ છે અને આપઘાત કરનારામાં ૨૦થી ૪પ વર્ષનાં વયજૂથમાં આવતા લોકોની સંખ્યા વધુ હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના અભ્યાસ મુજબ, વિશ્વમાં દર ૪૦ સેકન્ડે એક વ્યકિત આત્મહત્યા કરે છે, જેમાં સાઉથ-ઇસ્ટ એશિયા સૌથી આગળ છે.
ભારતમાં વર્ષ-૨૦૧૨માં અઢી લાખ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં ૯૯૯૭૭ મહિ‌લા અને ૧.પ૮ લાખ પુરુષોનો સમાવેશ થાય છે. ભારત બાદ શ્રીલંકા, મોઝામ્બિક, નેપાળ, તાન્ઝાનિયા અને સુદાનમાં આપઘાતના સૌથી વધુ બનાવો નોંધાય છે. અભ્યાસ અનુસાર જીવ ટૂંકાવનારા ૭પ ટકા લોકો સમાજના મધ્યમ કે નીચા-મધ્યમ ર્વગના હતા. ગુજરાત અને અમદાવાદની વાત કરીએ તો અહીં ડિપ્રેશનનાં ૧૦માંથી ૭ કેસમાં વ્યકિતને આપઘાતનો વિચાર આવે છે. તેમાંથી ૪ વ્યકિત આપઘાતનો પ્રયાસ પણ કરે છે. આપઘાતના વિચારો કે આત્મહત્યા કરવી તે એક માનસિક બીમારી છે, જેથી આવી વ્યકિતને સાયકલોજીસ્ટ પાસે કાઉન્સેલીંગ અને સાયકો થેરાપી દ્વારા બચાવી શકાય છે.
આત્મહત્યાનું કારણ
કારણ ટકા
ટેન્શન -ડિપ્રેશન 35
આર્થિક 16
બેકારી 10
પ્રેમપ્રકરણ 08
જનરેશન ગેપ 07
અન્ય 24
ઉંમર પ્રમાણે ટકાવારી
15થી 30 વર્ષ 34
31થી 45 27
46થી 60 13
60થી ઉપરના 26
વર્ષે 900 અમદાવાદીને આવો વિચાર આવે છે
અમારે ત્યાં વર્ષમાં 1હજારથી વધુ લોકોના આત્મહત્યાનો વિચાર આવતો હોવાના ફોનકોલ્સ આવે છે. તેમાંથી 95 ટકાથી વધુ લોકો અમદાવાદમાંથી જ ફોન કરે છે. આત્મહત્યાનો વિચાર આવતા લોકોમાં 62 ટકા પુુરુષો અને 32 ટકા જ સ્ત્રીઓ હોય છે. આમ સ્ત્રીઓ કરતા બમણી સંખ્યામાં પુરુષોને આત્મહત્યા ન કરવાનો વિચાર આવે છે. અંજુબહેન શેઠ, આત્મહત્યા નિવારણ સંસ્થા - સાથના ડાયરેક્ટર