• Gujarati News
  • 1.28 Crore And 1 Kg Gold With Arrested Buki In Ahmedbad

'ડોન દાઉદ' વાયા અ'વાદ, 'હૈદરાબાદ વિલ વિન..જીતના પૈસા કમા સકતે હો કમા લો’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમદાવાદમાં બુકીની ૧.૨૮ કરોડ રોકડા,૧ કિલો સોના સાથે ધરપકડ
- ફિક્સિંગ: બુકી વિનોદે મુંબઈના બુકી સાથે હૈદરાબાદ-દિલ્હીની મેચ ફિક્સ કરી હોવાની શંકા
- પ્રહલાદનગર ગાર્ડન પાસેના પોશ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની રેડ


મૂળ જૂનાગઢના અને અમદાવાદના અતિ પોશ એવા પ્રહ્લાદનગર ગાર્ડન નજીકના ઈન્દ્રપ્રસ્થ-પના આઈ બ્લોકના ૪૦૩ નંબરના આલીશાન ફ્લેટમાં રહેતા કુખ્યાત ક્રિકેટ બુકી વિનોદ જેઠચંદ મૂલચંદાણીની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે મોડી બપોરે ધરપકડ કરી હતી. તેના ઘરેથી ક્રાઈમ બ્રાન્ચને રૂ. ૧.૨૮ કરોડ રોકડા અને ૧ કિલો સોનું મળી આવ્યું છે.

તદ્ઉપરાંત તેના સેલફોનમાંથી મુંબઈના થાણેમાં રહેતા અને ડોન દાઉદ ઈબ્રાહિ‌મ સાથે સીધો સંબંધ ધરાવતા બુકી લક્ષ્મીચંદ થાણે ઉર્ફે એલ ટીનો એક એસએમએસ મળી આવ્યો છે. જેમાં લખ્યું હતું કે ' હૈદરાબાદ વિલ વિન..જીતના પૈસા કમા સકતે હો કમા લો’. વાસ્તવમાં ૧૨મી એપ્રિલ ૨૦૧૩ના રોજ હૈદરાબાદ સન રાઈઝર્સ અને દિલ્હી ડેર ડેવિલ્સ વચ્ચેની મેચમાં ખરેખર હૈદરાબાદનો વિજય થયો હોવાથી ક્રાઈમ બ્રાન્ચ સબળપણે એવું માની રહી છે તે મેચ પણ ફિક્સ હોવાની પૂરેપૂરી સંભાવના છે.

તસવીરઃ શૈલેષ પ્રજાપતિ

આગળ વાંચો, ક્રાઈમ બ્રાન્ચે માત્ર જુગારની કલમો લગાવી હોવાથી તેને જામીન પર મુક્ત કરી દેવાયો