પ૧,૦૦૦ કરોડની વાર્ષિ‌ક યોજના મંજૂર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના ૧૨૦ કરોડના કોસ્ટલ ટુરિઝમ અને આંગણવાડી-નંદઘરના પ્રોજેક્ટને આયોજન પંચની મંજૂરી બેઠકમાં ગુજરાતને અન્યાય-નુકસાન કરતાં પ્રશ્નો રજૂ કરતાં મુખ્યપ્રધાન મોદી ગુજરાત સરકારના કોસ્ટલ ટુરિઝમનો રૂ. ૧૨૦ કરોડનો પ્રોજેક્ટ અને આંગણવાડીના ફલકને વિસ્તારવા નંદઘર યોજના મળી કુલ બે પ્રોજેક્ટને કેન્દ્રીય આયોજન પંચે મંજૂરીની મહોર મારી છે. રાજ્યની ૨૦૧૨-૧૩ની વાર્ષિ‌ક યોજનાના કદમાં વૃદ્ધિ કરીને રૂ. પ૧,૦૦૦ કરોડનું કદ ધરાવતી યોજના મંજૂર કરાઈ છે. ગુજરાત સરકારે ૨૦૧૨-૧૩ માટે રૂ. પ૦,પ૯૯ કરોડની યોજના રજૂ કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓને કારણે ગુજરાતને થઈ રહેલા ભારે આર્થિ‌ક નુકસાન અંગેની રજૂઆત પણ કરી હતી. નવી દિલ્હીમાં મુખ્યપ્રધાન મોદી અને કેન્દ્રીય આયોજન પંચના અધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયા વચ્ચે યોજાયેલી બેઠકમાં ગુજરાતના આયોજનબદ્ધ વિકાસની સફળતા અને સિદ્ધિઓને લક્ષમાં લઈને પ્રવાસન વિકાસને પ્રોત્સાહન આપવા સહિ‌તના બે પ્રોજેક્ટને લીલીઝંડી અપાઈ હતી. મુખ્યપ્રધાને કૃષિ ક્ષેત્રે કેન્દ્ર સરકારની અન્યાયી નીતિઓને કારણે ખેડૂતોને ખૂબ સહન કરવાનો વારો આવ્યો છે. કેન્દ્રની નીતિઓને કારણે ગુજરાતને ક્યાં ક્યાં નુકસાન કેન્દ્રની ખેડૂતવિરોધી નીતિને કારણે કપાસ ઉત્પાદકોને રૂ. ૧પ,૦૦૦ કરોડનું નુકસાન. સરદાર સરોવર યોજના માટે એઆઈઈપી તરીકે મળવાની થતી ૯૦ ટકા ગ્રાન્ટ આયોજન પંચની મંજૂરી પછી પણ રૂ. ૧૭૦૦ કરોડ મળતાં નથી. સેન્ટ્રલ સેલ્સટેક્સ પેટે વળતર રૂપે અન્ય રાજ્યોને રૂ. ૬,૦૦૦ કરોડ આપ્યા પરંતુ ગુજરાતને રૂ. ૩,૦૦૦ કરોડ લેવાના નીકળે છે. ઓઈલની રોયલ્ટી પેટે આસામ અને ગુજરાતને સમાન રકમ મળવી જોઈએ પરંતુ ગુજરાતના રૂ. પ૪૦૦ કરોડ બાકી છે. ગુજરાતને નાગપુર કોલ લિન્કેજ ન મળવાને કારણે રૂ. ૪૦૦ કરોડનો વધુ બોજો ઉઠાવવો પડે છે. આંધ્રપ્રદેશને જરૂરિયાતનો ૮૦ ટકા ગેસ આપવામાં આવે છે જ્યારે ગુજરાતને માત્ર પ% અપાય છે. કેરોસીનના ક્વોટમાં માછીમારો અને બીપીએલ પરિવારોના ક્વોટામાં ૩પ ટકાનો ઘટાડો કરી દેવાયો. જેએનયુઆરએમ યોજના અંતર્ગત પાટનગર ગાંધીનગર અને સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને બાકાત રાખવામાં આવ્યા. રેલવે ટ્રેકની એક પણ નવી લાઈન નહીં. ગુજરાતના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બનેલી કોર કમિટીએ કેન્દ્રને સુપરત કરેલા બે અહેવાલો ઉપર કોઈ વિચારણા નહીં. રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી માત્ર ૬૮ ટકા સીડી રેશિયો તરીકે ગુજરાતને મળે છે. કેન્દ્રની કોંગ્રેસ સરકાર લકવાગ્રસ્ત : મોદી કેન્દ્રની કોંગ્રેસશાસિત યુપીએ સરકાર આખી લકવાગ્રસ્ત બની ગઈ છે અને દેશના અર્થતંત્રની સ્થિતિ સંપૂર્ણપણે ડામાડોળ બની ગઈ હોવાનું ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજન પંચની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું. મુખ્યપ્રધાને જણાવ્યું કે, દેશનો વિકાસદર નવ વર્ષમાં સૌથી નીચી પ.૩ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. માર્ચ સુધી વડાપ્રધાન ૭ ટકાના વિકાસદરના ગુણગાન ગાતા હતા ત્યારે એકાએક એવું શું બન્યું કે, વિકાસદર સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો ? તેવો સવાલ કરતાં તેમણે કહ્યું કે, આ બાબતની કેન્દ્ર સરકારને કોઈ ખબર જ નથી ભારત સરકારની આ નિષ્ફળતા અને સતત ઘટતો જતો રાષ્ટ્રનો વિકાસ દર ગંભીર ચિંતાની બાબત છે. મોદીએ કહ્યું કે, એક તરફ વિકાસ દર ખૂબ જ ઝડપથી નીચો જઈ રહ્યો છે, ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત તળિયે પહોંચી ગઈ છે અને મોંઘવારીનો દર ઝડપથી ઊંચે જઈ રહ્યો છે. આના પરિણામે દેશની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.