ચરોતર પોસ્ટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચકલાસીના યુવકે બોરીઆવીમાં ઝેર પી આપઘાત કર્યો
આણંદ ા આણંદના બોરીઆવી પાસે ચકલાસી તાબેના ભગવાનપુરાના યુવકે શનિવારે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના ભગવાનપુરામાં રહેતા ૩૫ વર્ષના રણજીતભાઇ ફતેસિંહ વાઘેલાએ શનિવારે સવારે કોઇ કારણોસર બોરીઆવી હાઇવે ઉપર આવેલ નર્સરી પાસે ઝેરી દવા પી લેતાં તેનું મોત નપિજયું હતું. આ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નડિયાદની મહિલાનું ઝેરી દવા પી જતાં મૃત્યુ
નડિયાદ ા નડિયાદ પીજ રોડ પરની પૂજા સોસાયટીમાં રહેતાં રમેશચંદ્ર પરસોત્તમભાઈ પરમારનાં પત્ની સ્નેહલતાબેન(ઉં.વ.૩૫)નાઓએ શનિવારે રાત્રિનાં ૯.૩૦ કલાકે ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવની જાણ પરિવારનાં સભ્યોને થતાં સ્નેહલતાબેનને સારવાર માટે મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જયાં તેઓનું સારવાર દરમિયાન રાત્રિનાં ૧૦.૪૫ કલાકે મૃત્યુ નપિજયું હતું. આ બનાવ સંદર્ભે હોસ્પિટલનાં તબીબ દેવલ પટેલે શહેર પશ્ચિમ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ મૈયુદ્દીનભાઈ ચલાવી રહ્યા છે.
જાહેરાત પ્રસારિત કરતાં પહેલાં મજુરી જરૂરી
આણંદ ા આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને સ્થાનિક ચેનલો તેમજ કેબલ ઓપરેટરોએ ચૂંટણી સબંધી જાહેરખબર પ્રદર્શીત કરવા માટે તંત્રની મંજુરી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે. ચૂંટણી પંચની સૂચના મુજબ એમ.સી.એમ.સીની મંજુરી મેળવ્યા બાદ જ ચૂંટણી જાહેર ખબર પ્રસારિત કરવી. જિલ્લા ખાતેની માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિ (એમ.સી.એમ.સી) પાસેથી મંજુરી મેળવવી જરૂરી પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. જિલ્લાના સ્થાનિક ચેનલો ચલાવતાં અને કેબલ ઓપરેટરોએ ચૂંટણીલક્ષી જાહેરાત પ્રસિધ્ધ કરતાં પહેલા જિલ્લા ચૂંટણી અધિકારીને જાણ કરવી ફરજિયાત હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.
પ્રા.શાળા કસારી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મોખરે
બોરસદ ા બોરસદ તાલુકાની પ્રા.શાળા કસારીએ તાજેતરમાં સીઆરસી ઝારોલ ખાતે યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨માં કુલ ૩ વિભાગોમાં ભાગ લીધો હતો. જેમાં વિભાગ પ સામુદાિયક સ્વાસ્થ્ય અને પયૉવરણમાં શાળાના બાળ વૈજ્ઞાનિક દ્વારા ‘અરમાન’ કાર્યક્રમ અંતર્ગત કૃતિ રજૂ કરાઈ હતી. મૉદર્શન શાળાના અરમાન તજજ્ઞ શિક્ષિકા મધુબેન કે. ચૌહાણ તરફથી મળેલ હતું. આ કૃતિએ સીઆરસી કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે અને વિભાગ-૪માં મિનાક્ષીબેન મકવાણાની કૃતિને બીજો નંબર મળેલ છે. શાળાના આચાર્ય મોહનભાઈ રાઠોડે બંને વિભાગના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપ્યાં હતાં.
સી.પી.પટેલ કોમર્સ કોલેજમાં ટીમ બિ લિં્ડગ પર વ્યાખ્યાન
આણંદ. સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સી.પી.પટેલ એન્ડ એફ.એચ.શાહ કોમર્સ કોલેજ આણંદ ખાતે જી.સી.આઇ આણંદ દ્વારા જેસી વિક ઉજવણીના ભાગરૂપે વજિયાબેન અગ્રવાલ ટીમ બિલ્ડિંગ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વજિયાબેન અગ્રવાલે પાવર પોઇન્ટ પ્રેઝીનેશન અને ઉદાહરણો તથા પ્રેિકટકલ ટ્રેનિંગની મદદથી સુંદર રીતે પોતાનું વકતવ્ય આપ્યું હતું. આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડો. આરડી.મોદી, વરિષ્ઠ પ્રા. બી.આઇ.પટેલ, પ્રા. ડો. બી.પી.ભુવા, પ્રા.જી.એસ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમના ચેરમેન હિરલ પટેલ, કો.ઓડિeનેટર અભિષેક પંચાલ તથા જે.સી.આઈ આણંદના મિત્રોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આણંદ કોલેજ ઓફ એજયુકેશનમાં ઓઝોન દિવસ ઉજવાયો
આણંદ ા શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોલેજ ઓફ એજયુકેશેન આણંદમાં સંસ્થાના સંવાહક ડો. અભીપ્સાબેન યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને નેચર કલબ તથા વિજ્ઞાનમંડળ અન્વયે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ ઉજવાયો. પ્રદૂષણથી ઊભી થતી વિવિધ સમસ્યાઓના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા અંગે ડો. અભીપ્સાબેન માહિતી આપી હતી. ભટ્ટ રાહુલભાઇએ ®લોકગાન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. વિજ્ઞાન મંડળના અધ્યાપક પિનલબેને મિસ્ત્રીએ મુખ્ય મહેમેાન ધવલભાઈનો શાબિ્દક પરિચય આપ્યો હતો. પુસ્તક અને મોમેન્ટો દ્વારા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધ્યાનગર નેચર કલબના સ્થાપક ધવલભાઈએ પ્રદૂષણ પર ડોકયુમેન્ટરી ફિલ્મ રજૂ કરી હતી. આપણી આસપાસના પયૉવરણની જાગૃતિ અને બચાવ માટે જવાબદાર નાગરિકે કરવાની ફરજ વિશે પ્રવચન આપ્યું હતું. નેચર કલબના ઇન્ચાર્જ પ્રા. કિર્તીકુમાર પટેલે આભારવિધિ કરી હતી.