• Gujarati News
  • ભોજાયના થાઇરોઇડ કેમ્પનો ૫૩ દર્દીએ લાભ લીધો

ભોજાયના થાઇરોઇડ કેમ્પનો ૫૩ દર્દીએ લાભ લીધો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં થાઇરોઇડ રોગ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિશેષતા એ હતી કે, થાઇરોઇડ રોગના નિદાન અને સારવાર માટે જરૂરી પરીક્ષણો એક જ છત નીચે કરવામાં આવ્યાં હતાં અને સારવારના ઓપરેશન અથવા દવાનો વિકલ્પ નક્કી કરવા માટે જનરલ સર્જન, ઇએનટી સર્જન અને એન્ડોક્રોનોલોજિસ્ટ એમ ત્રણ કન્સ્લ્ટન્ટોની ઉપસ્થિતિ હતી.
ધીરજલાલ અનોપચંદ શાહ, હીરાબેન કારાણીના સૌજન્યવાળા કેમ્પમાં થાઇરોઇડના દર્દીઓને પ્રાથમિક નિદાન માટે ૩૦ સપ્ટેમ્બરના બોલાવવામાં આવ્યા હતા. ૫૩ દર્દીનું પ્રાથમિક પરીક્ષણ ભુજના ઇ.એન.ટી.સર્જન ડો.હાદિgક દરાડે કર્યું હતું અને તેમની સૂચના અનુસાર ૪૨ દર્દીના થાઇરોઇડ ફંકશન ટેસ્ટ ટી-૩, ટી-૪, ટી-એસ.એચ. કરવામાં આવ્યાં હતાં. આ પૈકીના ૧૮ દર્દીની સોનોગ્રાફી તથા થાઇરોઇડગ્રંથીમાંથી વિશેષ પ્રકારની સોય દ્વારા પ્રવાહી કાઢવામાં આવ્યું હતું.
ડો.નવીન પટેલે આ કામગીરી કરી હતી અને મુંબઇથી તા.૫ ઓકટોબરના જનરલ સર્જન ડો.નિતિન કકા, ઇ.એન.ટી.સર્જન ડો.આનંદ શેનોય અન ફિઝિશિયન ડો.જે.લોકરે પધાયૉ હતા. ત્રણ ડોકટરની ટીમે દર્દીઓને તપાસી સારવારનો વિકલ્પ નક્કી કર્યો હતો.
આઠ દર્દીને ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફેર તપાસ માટે ૭ ડિસેમ્બરના બોલાવવામાં આવ્યા છે, જ્યારે તેઓના ઓપરેશન અંગે નિર્ણય લેવામાં આવશે. તે સિવાયના તમામ દર્દીઓ માટે દવા દ્વારા થાઇરોઇડ કન્ટ્રોલ કરવાની ભલામણ કરવામાં આવી હતી.ઓપરેશન ડો.નિતિન અને ડો.આનંદે કર્યા હતાં.
એનેસ્થેટસ્ટિ તરીકે ડો.સોનલ પંડયાની સેવાઓ પ્રાપ્ત થઇ હતી. નવીન મારવાડા, સુશીલ ચૌધરી, રમેશ શેટ્ટી,
વક્રિમ જાડેજા, દીપક મોખાએ ફરજ બજાવી હતી.