• Gujarati News
  • શહેરાના નાડામાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ કૂવો પૂર્યો

શહેરાના નાડામાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ કૂવો પૂર્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકાના નાડા ગામે રહેતી પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી કૂવામાં મોતની છલાંગ મારી હતી. બનાવ સંદર્ભે પતિ સહિત સાસરિયાં સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા તાલુકાના વણઝારા ફિળયામાં રહેતા સજનીબેનની પુત્રી વિનાબેનના લગ્ન ગોધરા તાલુકાના બખ્ખર ગામે રહેતા શૈલેષ અરવિંદભાઇ નાવી સાથે અઢી વર્ષ પહેલાં થયા હતા. છેલ્લા દોઢ વર્ષથી પતિ શૈલેષભાઇ પત્ની ઉપર શંકા રાખી તેની ચાલચલન સારી ન હોવાનું અવાર નવાર કહેતો હતો. સસરા અરવિંદભાઇ અને સાસુ રેશમબેન પણ તેને માનસિક ત્રાસ આપતા હતા. વારેઘડીએ થતા આવા આક્ષેપોના કારણે તે કંટાળી ગઇ હતી. તેના સસરા બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કંટાળીને પિયર આવી તેણે માતાને જણાવ્યું હતું કે તેના પતિ મારઝૂડ કરતા હોવાથી પિયરમાં આવી છું. ત્યાર બાદ તેણે તેના ઘરની પાસે આવેલા કૂવામાં મોતની છલાંગ મારી મોત વ્હાલું કર્યુ હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કૂવામાંથી બહાર કાઢી હતી. ે માનસિક ત્રાસ તથા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.