• Gujarati News
  • યાત્રિકોનું પાવાગઢ તરફ પ્રયાણ

યાત્રિકોનું પાવાગઢ તરફ પ્રયાણ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસો નવરાત્રિને લઇને પગપાળા યાત્રિકો, રથ, સંઘો વગેરે પાવાગઢ તરફ પ્રયાણ કરતા નજરે પડે છે. પાવાગઢને મળતા તમામ રસ્તાઓ ઉપર માઇ ભકતોનો ધસારો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જય માતાદીના જયઘોષથી ગુંજી રહ્યા છે. આના પગલે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
મંગળવારથી શરૂ થતા આસો નવરાત્રિમાં શક્તિની ભિકત માટે પાવાગઢ આવતા માઇ ભકતોની સગવડ અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ અત્યંત ચિંતિત છે. પરિણામે પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન કાળીના સ્થાનકને પણ અત્યંત સાવચેતીરૂપે ખાનગી સિકયુરિટી જવાનો, સીસીટીવી કેમેરા વગેરેથી સજજ કરવામાં આવ્યા છે, જેથી દર્શનાથેg આવતા પ્રત્યેક માઇ ભકત પર ચાંપતી નજર રહે. મંદિરમાં સર સામાન થેલીઓ વગેરે લઇ જવા માટે પણ પાબંદી ફરમાવવામાં આવી છે. સાથો સાથ પાવાગઢના સ્થાનિક યુવાનો દ્વારા રચવામાં આવેલા મા કાળી મંડળના સભ્યો વ્યવસ્થાને કાયમ રાખવા માટે પ્રત્યેક નવરાત્રિમાં મદદરૂપ થાય છે, તેમ આ વખતે પણ મદદરૂપ બનવા માટે થનગની રહ્યા છે.

ટીવી વીડિયો પર પ્રતબિંધ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આગામી આસો નવરાત્રિના તહેવારની ઉજવણી થનાર છે. આ દરમિયાન યાત્રાળુઓ, લોકોની મોટી સંખ્યામાં અવર જવર પાવાગઢ યાત્રાધામમાં રહેશે. પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબ જ સાંકડો હોવાથી માંચીથી પાવાગઢના રસ્તામાં ટીવી વિડીયોના ઉપયોગ કરવા ઉપર પ્રતબિંધ ફરમાવવામાં આવ્યો છે. તેનું ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.