• Gujarati News
  • પતિ જેઠાણી દ્વારા પરિણીતા પર ત્રાસ

પતિ - જેઠાણી દ્વારા પરિણીતા પર ત્રાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોગાર ગામની પરિણીતાને ત્રાસ આપી હેરાન કરાતા પરિણીતાએ તેના પતિ તથા જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મોહનપુરની પ્રભાબેન પટેલના લગ્ન મોગાર ગામે રાજેન્દ્ર પટેલ સાથે થયા હતા. લગ્નની રાતથી જ પરિણીતાને પતિ દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કયું હતું. પ્રભાબેન અમરેલી ખાતે હાઈસ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતા હતા. તેઓ જ્યારે સાસરે આવતા ત્યારે પતિ તેને મારઝુડ કરી કહેતો કે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કર્યા હોત તો ટીવી, ફ્રીઝ, ફોર િવ્હલ વગેરે આપ્યું હોત, તેમ છતાં બધુ સહન કરી પ્રભાબેન સંસાર નભિાવતા હતા. જેઠાણી સાથેના આડાસંબંધો હોવાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આખરે પ્રભાબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.