• Gujarati News
  • ઘરફોડ ચોરી, ટ્રાફીક બાબતે પ્રજાની રજુઆત

ઘરફોડ ચોરી, ટ્રાફીક બાબતે પ્રજાની રજુઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના વાંકલ- ઝંખવાવ ખાતે ડીવાએસપી જગદીશભાઈ પટેલની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો, જેમાં ઘરફોડ ચોરી ટ્રાફિક સહિત વિવિધ પ્રશ્નોની પ્રબળ રજુઆતો સ્થાનિક નાગરિકોએ
કરી હતી. આ ઉપરાંત પણ સ્થાનિક રહીશોએ વિવિધ રજુઆતો કરી હતી.
વાંકલ વશિ્રામ ગૃહ ખાતે મુખ્ય પ્રતિનિધિ ઠાકોરભાઈ ચૌધરી સહિત ગામ અગ્રણી આગેવાનોએ કેટલીક રજુઆતો કરી હતી, જેમાં ગામમાંથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર નીતિ નિયમ વિરુદ્ધ સ્ટોન કવોરીના ભારે વાહનો પુરપાટ દોડી રહ્યા છે. તેમજ માર્ગ ઉપરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. સાથે ઘરફોડ ચોરીના બનાવો વધતાં આ
મુદ્દે પણ ગ્રામજનોએ પ્રબળ રજુઆતો કરી હતી.
છેલ્લા ત્રણવર્ષમાં વાંકલ માંગરોળ નાની નરોલી ઝંખવાવ વગેરે ગામોમાં અનેક ચોરીઓ થઈ પરંતુ આજદિન સુધી એક પણ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો નથી. તેવી ફરિયાદો કરી હતી. ઝંખવાવ ખાતે ગામના સરપંચ ઉમેદભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ લોકદરબારમાં ચોરી ટ્રાફિક સમસ્યા તેમજ ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ઉપર પૂરતો સ્ટાફ મુકવાની માંગ કરી હતી.
અંતમાં ડીવાયએસપી જગદીશભાઈ પટેલે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી મહત્તમ પ્રશ્નોના ઉકેલની માંગ કરી હતી. આ પ્રસંગે વાંકલ અને ઝંખવાવ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિવિધ માગણીઓ કરી હતી.
વાંકલમાં લારીવાળાઓને હટાવવા સૂચના
વાંકલ ખાતે લોકદરબાર યોજવા આવેલ ડીવાયએસપી જગદીશભાઈ પટેલ મુખ્ય બજાર માર્ગ ઉપરથી પસાર થતાં હતાં ત્યારે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા તેમણે લોકદરબાર દરમિયાન મુખ્ય માર્ગ ઉપરથી લારીવાળાઓ સહિતના દબાણ હટાવવાની પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓને તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતના પદાધિકારીઓને સૂચના આપી હતી.
શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ
ગણપતિ મહોત્સવ અને વિસર્જનના પર્વને ધ્યાનમાં લઈ વાંકલ અને ઝંખવાવ ગામે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત ગણપતિ મહોત્સવના આયોજકો અને ગ્રામ આગેવાનોને કાર્યક્રમનું શાંતપિૂર્ણ સમાન થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં.