• Gujarati News
  • ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂડીરોકાણ પણ ફાયદાકારક

ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂડીરોકાણ પણ ફાયદાકારક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિતેન્દ્ર પી.એસ. સોલંકી
મૂડીરોકાણ કરવાના સંખ્યાબંધ ઉપાયોમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ છે. તેમની કેટલીયે કેટેગરી હોય છે જે વ્યાજદરોમાં બદલાવ સાથે રોકાણકારોને સારું રિટર્ન આપે છે. ઇિકવટી માર્કેટની સરખામણીમાં ડેટ માર્કેટને સમજવું થોડું મુશ્કેલ છે. પરંતુ સારા મૂડીરોકાણ સલાહકારની મદદથી તેમની સ્કીમ્સ મારફત પણ સારો ફાયદો મેળવી શકાય છે.
અલ્ટ્રા શોર્ટટર્મ ફંડ્સ : આ ફંડ્સ મહદ્અંશે ટૂંકી મુદતના મૂડીરોકાણ ઉપર ફોકસ કરે છે. જ્યારે વ્યાજ વધે છે ત્યારે આવી સ્કીમ્સ ઉપર રિટર્ન વધે છે અને જ્યારે તેના વ્યાજમાં ઘટાડો થાય છે ત્યારે રિટર્ન ઓછું મળે છે. છેલ્લાં બે વર્ષોમાં આવી સ્કીમ્સમાં ૯-૧૦ ટકા સુધી વાર્ષિક રિટર્ન છુટયું છે. આવનારા ત્રિમાસિક ગાળાઓમાં પણ તેમનું પ્રદર્શન સારું રહેવાનો આશાવાદ છે.
ડાયનેમિક બોન્ડ ફંડ્સ : આવા ફંડો વ્યાજ આધારિત મેચ્યોરિટી પ્રોફાઇલ બદલતા રહે છે. એસબીઆઇ બોન્ડ ફંડે નવે.-૧૧માં એવરેજ મેચ્યોરિટી પ્રોફાઇલને આઠ વર્ષ વધારી હતી. પરંતુ માર્ચ-૧૨માં એક વર્ષની કરી હતી. ફંડ્સનું પ્રદર્શન ફંડ મેનેજરની આવડત ઉપર નિર્ભર હોય છે.
ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાન (એફએમપી) : આ ફિકસ્ડ ડપિોઝિટ (એફડી)નો જ એક વિકલ્પ છે. પરંતુ એફડીની સરખામણીમાં ટેકસ કપાત બાદ પણ સારું રિટર્ન આપે છે. વ્યાજમાં મોટો વધારો થવાની શકયતા ઓછી છે તેવામાં એફએમપી પણ મૂડીરોકાણ માટેનો વધુ સારો વિકલ્પ પૂરો પાડે છે.
ઇન્કમ ફંડ્સ : આ પ્રકારના ફંડ્સ વિવિધ મેચ્યોરિટીવાળા ફિકસ્ડ ઇન્કમ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં મૂડીરોકાણ કરતાં હોય છે જેથી નિયમિત આવક થતી રહે. વ્યાજ ઘટવા છતાં સારું રિટર્ન જળવાઇ રહે છે.
ગિલ્ટ ફંડ : આ ડેટ ફંડ માત્ર સરકારી સિકયોરિટીઝમાં રોકાણ કરે છે અને તેમાં અસ્થિરતા વધુ હોય છે. વ્યાજ ઘટવાથી જ્યારે સરકારી સિકયોરિટીઝની કિંમત વધે છે ત્યારે તેમાં રિટર્ન પણ વધે છે. આમાં રોકાણ માટે ૨-૩ વર્ષનું લક્ષ્ય રાખવું જોઇએ. ડેટ ફંડ્સ ટેકસના હિસાબથી સસ્તા હોય છે. ટેકસને ધ્યાનમાં રાખીને યોગ્ય લક્ષ્ય પસંદગી માટે રોકાણકારો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂડીરોકાણ કરી શકે છે. લેખક સિર્ટફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર અને
ધ ફાઇનાન્સિયલ પ્લાનર્સ ગિલ્ડના સભ્ય છે.