• Gujarati News
  • જબુગામમાં વાતાવરણમાં પલટાથી દર્દીઓમાં વધારો

જબુગામમાં વાતાવરણમાં પલટાથી દર્દીઓમાં વધારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબુગામ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વાતાવરણમાં અણધાયૉ પલ્ટાને કારણે શરદી-ખાસી- તાવ જેવા રોગોએ માઝા મૂકી છે. તો વાઈરલ ઈન્ફેકશનથી દવાખાના ઉભરાય છે. મચ્છરોનો ઉપદ્રવ વધી જતા બિમારીનું ઘર થાય છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકિદે રોગચાળો વધુ વકરે તે પહેલા કામગીરી શરૂ થવી જોઈએ. તેવો લોકસુર ઉઠવા પામ્યો છે.
જબુગામ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે અને આ મચ્છરોના કારણે અનેક રોગોએ માન મુકી છે. જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર માર્ગો તેમજ આસપાસ કચરા સહિત ગંદકી ફેલાયેલી છે. ગંદકીની અસહ્ય દુગઁધથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
તાજેતરમાં જબુગામ પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. ઉપરાંત તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં નહી આવતા મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે. દરમ્યાન ચોમાસાની ઋતુની સાથે-સાથે ગરમીનો પણ માહોલ સર્જાતા બેવડી ઋતુના કારણે બિમારીનું ઘર સર્જાયું છે. ત્યારે તંત્રએ જાગૃત બનવુ જરૂરી છે.