• Gujarati News
  • જનસંપર્ક માટે નેતાઓ મેદાનમાં

જનસંપર્ક માટે નેતાઓ મેદાનમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકામાં વિધાનસભાની ચુંટણીના ડમડમિયા વાગવાની સાથે ત્રણ જેટલા સરકારી માળખાની ચુંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. તેવા સમયે જનસંપર્ક માટે નેતાગણ ગણેશોત્સવ તહેવારનો સહારો લઇ રહ્ય
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં સંખેડા તાલુકામાં વિધાનસભાની ચુંટણી લડવા માટે થનગની રહેલા ઉમેદવારો કોંગ્રેસ, ભાજપ કે પછી અન્યપક્ષના નેતાઓ હોય તેે ચુંટણી પ્રચારની જાણે એક પણ તક ગુમાવવા માંગતા ના હોય તેમ ગણેશોત્સવ દરમિયાન દર્શન કરવા કે પછી આરતી ઉતારવાના બહાને પહોંચી રહ્યા છે. આ બહાને પ્રજા સંપર્ક કરીને અત્યાચારથી જ જાણે ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જો કે હજી સુધી મુખ્ય બે માંથી એક પણ પક્ષે સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. તેથી હાલમાં આ નેતાઓ પોતપોતાને જ ઉમેદવાર માનીને ગણેશજીની આરતી ઉતારવા પહોંચી રહ્યા છે.
વિધાનસભાની ચુંટણીના તો જો કે હજી ડમડમીયા જ વાગે છે પણ તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની તો ચુંટણી જાહેર થઇ ગઇ છે. તે સિવાય સહકારી માળખામાં પણ વડોદરા જિલ્લાનુ સૌથી મોટુ સહકારી એકમ ગણાતું બરોડા ડેરી તેની ચુંટણી માટે પણ ઉમેદવારો તાલુકાના ગામડા ખુંદી રહ્યા છે. સંખેડા તાલુકામાં છ જેટલા ઉમેદવારો બરોડા ડેરીની ચુંટણી જંગમાં છે. તે સિવાય પુર્વપટ્ટીની પણ સૌથી મહત્વની અને મોટી ગણાતી બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી પણ હવે ગળાકાપ સ્પધૉમા ફેરવાઇ ગઇ છે.
આ તમામ માળખાની ચુંટણીમાં સાર્વજનિક ગણેશ મંડળીમા નેતાઓ જરાસરખુ આમંત્રણ મળે કે પછી વગર આમંત્રણે પણ હાલમાં પહોંચી રહ્યા છે. ગણેશ મંડળીમા આરતી ઉતારવા માટે પણ ઉમેદવારો વચ્ચે હરીફાઇ થતી તેવા ર્દશ્યમાં કેટલીક જગ્યાઅએ જોવા મળે છે.