• Gujarati News
  • સાત આરોપીને ૧૦ વર્ષની સજા

સાત આરોપીને ૧૦ વર્ષની સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ઇરાદે બનાવટી ચલણી નોટોની હેરાફેરી પ્રકરણનો અમદાવાદની એટીએસે પદૉફાશ કર્યાે હતો. ગત ૨૦૦૯ના વર્ષમાં ગોધરા બાયપાસ ત્રણ રસ્તા ઉપરથી બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયેલા બે યુવાનોની પુછપરછ કરતા વધુ પાંચના નામ ખુલતાં તમામની અલગ અલગ સ્થળ ઉપરથી ધરપડક કરવામાં આવી હતી. જે કેસ ગોધરાના પાંચમા એડીશ્નલ સેશન્સ જજ વી.કે.પુજારા સમક્ષ ચાલી જતા સાતેય આરોપીને ૧૦ વર્ષની સજાનોહુકમ થયો હતો.
અમદાવાદ એટીએસની ટીમને મળેલી બાતમીના આધારે ગત તા. ૩૧ જુલાઇ ૨૦૦૯ના રોજ ગોધરા બાયપાસ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાઇક ઉપર આવેલા દુર્ગેશ પદવાણીની પાસેથી ૧૦૦૦ના દરની ૨૦૦ બનાવટી ચલણી નોટ તથા બે મોબાઇલ ફોન જ્યારે બહાદુરસિંહ ચૌહાણ પાસેથી ૫૦૦ના દરની ૧૨૦૦ બનાવટી ચલણી નોટ ઝડપી પાડી હતી. આ કેસની તપાસ એટીએસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન ઝડપાયેલા બન્નેની વધુ પુછતાછ કરતા અન્ય ધટસ્ફોટ માહિતી બહાર આવી હતી. સમયાંતરે ચિંતન ચરાવડા પાસેથી ૫૦૦ના દરની ૨૩૦, મિલનભાઇ વડનગરા પાસેથી ૫૦૦ના દરની ૨૨૦, અસગર અબુલી પાસેથી ૧૦૦૦ના દરની ૩૫ તથા ૫૦૦ના દરની ૨૦૦ બનાવટી ચલણી નોટ, રિયાઝ દોઢીયા પાસેથી ૧૦૦૦ના દરની ૫૦ તથા ૫૦૦ની ૫ તથા ઇસુફઅલી રતનપુરવાલા પાસે૧૦૦૦ના દરની એક તથા ૫૦૦ના દરની ૯૩ બનાવટી ચલણી નોટ કબજે કરી હતી.
જે કેસમાં સાતે આરોપીને આઇપીસી કલમના ગુનામાં ૧૦ વર્ષની કેદ તથા ૫ હજાર દંડ, જો દંડ ન
ભરે તો વધુ છ માસની સજા, આઇપીસી કલમ ૪૮૯(ગ)ના ગુનામાં ૩ વર્ષની કેદ તથા ૩ હજાર દંડ, જો દંડ ના ભરે તો ત્રણ માસની કેદનો
હુકમ કર્યા હતો.