• Gujarati News
  • ખરોદામાં સાપે દંશ દેતાં મહિલા બેભાન બની

ખરોદામાં સાપે દંશ દેતાં મહિલા બેભાન બની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના ખરોદા ગામે ખેતરમાં ગયેલી મહિલાને સાંપે દંશ દેતાં તે દહેશતથી જ બેભાન થઇ ગઇ હતી. જોકે,સાંપ ઝેરી નહીં હોવાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. મહિલાની બેભાન હાલત જોઇને પોલીસ મથકે જાણ કરતાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. ખરોદા ગામમાં રહેતી વિલાસબહેન કટારા બપોરના એક વાગ્યાના અરસામાં પોતાના ખેતરમાં ઘાસ લેવા માટે ગઇ હતી. ત્યારે રસ્તા ઉપર પડેલા સાપ ઉપર રમીલાબહેનનો અજાણતામાં પગ પડી ગયો હતો. જેથી સાપે રમીલાબહેનના પગે દંશ દીધો હતો. પોતાનું મોત થઇ જશે તેવી દહેશતથી રમીલાબહેન બેભાન થઇ ગયા હતાં. આ ઘટનાથી પરિવારના લોકોમાં પણ ચિંતા પ્રસરી ગઇ હતી. રમીલાબહેનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.જોકે, સાપ ઝેરી નહીં હોવાને કારણે રમીલાબહેનનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન મુકેશભાઇ કટારાએ પોલીસને જાણ કરતાં જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરીછે.