• Gujarati News
  • બેડ્મિન્ટનમાં સુરત ચેમ્પિયન

બેડ્મિન્ટનમાં સુરત ચેમ્પિયન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જામનગરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની અન્ડર-૧૯ બેડ્મિન્ટન સ્પધૉમાં સુરતની ટીમ ચેમ્પિયન રહી છે. આ સ્પધૉમાં રાજ્યના જુદા જુદા જિલ્લાની ૩૨ ટીમે ભાગ લીધો હતો. જેમાં સુરતની ટીમ સેમીફાઇનલમાં વડોદરાની ટીમને તેમજ ફાઇનલમાં ભરૂચની ટીમને હરાવી ચેમ્પિયન થઈ હતી. સુરતની ટીમમાં શેનન ક્રશ્ર્વિયન, શીખા શાહ, ખૂશ્બુ ખન્ના (લોડ્ઝ કોન્વેન્ટ હાઇસ્કૂલ), સીમરન જુનેજા (ડીપીએસ) અને આરઝુ ધન્નાની (મહેશ્ર્વરી વિધ્યાપીઠ)એ જબરદસ્ત પફોgર્મન્સ આપ્યું હતું. શેનન ક્રશ્ર્વિયન બધી લીગ મેચ જીતી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. શેનન સુરત ટેનિસ કલબમાં પ્રેક્ટિસ કરે છે. શ્રીનગરમાં યોજાનારી સિનિયર નેશનલ બેડ્મિન્ટન ચેમ્પિયનશપિ માટે તેની પસંદગી થઈ છે.