• Gujarati News
  • ‘મુશ્કેલીમાં દીકરી જ મા બાપની પડખે રહે છે’

‘મુશ્કેલીમાં દીકરી જ મા-બાપની પડખે રહે છે’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વનિતા વશિ્રામ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિધ્યાકુંજ પ્રી પ્રાયમરી ઇંગિ્લશ મિડિયમ સ્કૂલમાં મંગળવારે ગ્રાન્ટ પેરેન્ટ્સ ડેનું સેલબ્રિેશન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સિટઝિન્સે તેમની સ્પીચમાં સ્રી ભ્રૂણહત્યા અટકાવવા અપીલ કરી હતી.
સ્ટુડન્ટ પ્રાર્થના જરીવાલાની દાદી ગરીબેન જરીવાલાએ કહ્યું હતું કે, ‘રાત્રે મા સૂઈ જાય છે ત્યારે તેને પેટમાંથી અવાજ સંભળાય છે કે, મમ્મી મારે તારી સાથે વાત કરવી છે. મમ્મી સમજી જાય છે, આ અવાજ તેની દીકરીનો છે. મમ્મી તેને પૂછે છે કે, બોલ દીકરી શું થયું? ત્યારે તે કહે છે કે, મારે આ દુનિયા જોવી છે. મને પણ જીવવાનો હક્ક છે, પણ પપ્પા મને કેમ મારી નાંખવા ઇચ્છે છે ત્યારે મમ્મી રડીને કહે છે કે, જયાં સ્રીને સન્માન આપવામાં આવતું નથી એવી દુનિયામાં આવીને તું શું કરીશ? દીકરી પણ કહે છે કે, હા મમ્મી મારે તો પેટમાં જ રહેવું છે. મારે આ દુનિયામાં પગ મૂકવો નથી.’સિનિયર કેજીની સ્ટુડન્ટ સ્વાનંદીના દાદા પી. એ. બાગુલે કહ્યું હતું કે, ‘આજે કેટલાક લોકો બાળકીને જન્મતાની સાથે જ મારી નાંખે છે. જોકે, આજના જમાનામાં છોકરીઓ જ સૌથી આગળ છે. છોકરીઓ ભલે મેરેજ પછી પારકા ઘરે જતી રહે છે, પણ મુશ્કેલીના સમયે તેઓ જ માબાપની પડખે ઊભી રહે છે. છોકરાઓ મુશ્કેલીના સમયે સાથ આપતા નથી. આમ છતાં લોકો છોકરાઓને જ વધારે મહત્વ આપે છે. મારા દીકરાને ત્યાં દીકરી થતાં હું તો ખૂબ જ ખુશ થયો હતો.’
જુનિયર કેજીની સ્ટુડન્ટ તશિાના દાદા ચન્દ્રશેખર પાનવાળાએ કહ્યું હતું કે, ‘સ્કૂલમાં પગ મૂકતાં જ મને પહેલાંના દિવસો યાદ આવી ગયા. હું મારા દીકરાને સ્કૂલમાં મૂકવા માટે આવતો હતો. હું સ્કૂલમાં આવ્યો ત્યારે તશિાએ મારો હાથ પકડીને ખુરશી પર બેસાડÛો અને કહ્યું કે, જુઓ દાદા આ મારી સ્કૂલ છે. આ સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. તેણે મને તેનો કલાસ પણ બતાવ્યો હતો. હું તો કહીશ કે છોકરાઓ માબાપને તરછોડે છે એમાં ફકત છોકરાઓનો જ વાંક હોતો નથી.