• Gujarati News
  • ગંભીર વિષય પર સુંદર નાટક રજુ થયું

ગંભીર વિષય પર સુંદર નાટક રજુ થયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસએમસી આયોજિત નાટÛ સ્પધૉમાં મંગળવારે નવરંગ આર્ટ્સનું નાટક ‘ગાંધી ને કહા થા’ ભજવાયું હતું. રાજેશ કુમાર લિખિત અને રાજેશ પાંડે નિદેઁશિત આ હિન્દી નાટક સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ શરૂ થાય છે. નાટકની કહાની આ મુજબ છે. મહાત્મા ગાંધી (રણધીર સધી) દેશભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કારણે વકરેલી કોમી િંહસાનો અંત લાવવા પ્રયત્નશીલ છે. ગાંધીજી કલકત્તામાં બેલઘાટ મુકામે એક મુસ્લિમ મજુરના ઘરમાં રહ્યા છે. ગાંધીજીના સમર્થક તાકેgશ્ર્વર પાંડે (શિવાંગ ઠક્કર) બાપુુને મળવા આવે છે. પાંડેનો દીકરો સૂરજ (રીતિક મેવાડા) કોમી રમખાણોમાં માર્યો ગયો છે. પાંડે આ સમાચાર સાંભળીને ખૂબ જ દુખી છે. તે બાપુને આવી પરિસ્થિતિમાં ગાંધી વિચારધારાના અસ્તિત્વ અને યોગ્યતા વિશે સવાલો પૂછે છે. ગાંધીજી તેમને સલાહ આપે છે કે, તમારા દુખમાંથી બહાર આવવા માટે એક મુસ્લિમ અનાથ બાળકને દત્તક લો.
પાંડે એક મુસ્લિમ છોકરો આફતાબ (વિશ્વદીપ સંધી)ને દત્તક લે છે. તેને ઘરે લાવે છે, પણ તેની પત્ની સુમિત્રા (ધ્úતિ શાસ્રી) તેને સ્વીકારવાની ના પાડી દે છે. જોકેપછી તે મુસ્લિમ છોકરાનો દીકરારૂપે સ્વીકાર કરી લે છે.આફતાબને મુસ્લિમ પરંપરા મુજબ ઉછેરવામાં આવે છે. તે મોટો થયા બાદ (પિયુષ ગુપ્તા) સમાજમાં અને તેની આસપાસ મુસ્લિમોને સહન કરવી પડતી મુશ્કેલીઓનો પણ સામનો કરે છે. અને આફતાબ એક આતંકવાદી જુથમાં ભળે છે. પણ તેને પોતાનો અનાથ મુસ્લિમ તરીકેનો ભૂતકાળ યાદ આવે છે. અને એને સમજાય છે કે હિઁસાનો જવાબ હિઁસાથી ન આપી શકાય.એક યુવાન નિદેઁશક તરીકે આ વિષય પર કામ કરીને રાજેશ પાંડેએ પરપિકવતા દાખવી છે. તેમણે કુલ ૩૮ કલાકારોના સમૂહર્દશ્યોને સારી રીતે રજુ કર્યા છે. છેલ્લે તેમને ઘટનાલોપ નડÛો. નાટકનો અંત સારી રીતે રજુ કરી શકાયો હોત. નાટકનું સંગીત મેહુલ સુરતીએ યથાયોગ્ય આપ્યું. મંચસજજામાં પણ સારા પ્રયોગો થયા. એકંદરે ગંભીર વિષય પર સારું નાટક રજુ થયું.
ઓડિયન્સ પોલ
મને નાટક સામાન્ય લાગ્યું. લંબાઈ વધુ હતી ને અમુક સંવાદો લાંબા હતા. એને ટૂંકમાં અને સરળતાથી અને સહજતાથી રજુ કરી શકાયા હોત.
- ધ્રુવ પ્રજાપતિ, સ્ટુડન્ટ
એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં નાટક મહદઅંશે સફળ રહ્યું છે. ખાસ કરીને આતંકવાદના મૂળ વિશે જાણવા મળ્યું.
- ઇસ્માઇલ ચૌધરી, બિઝનેસમેન
નાટકની થિમ અને કન્સેપ્ટ સુંદર હતા. એનાથી આ પહેલાંના સમયની સ્થિતિ કેવી હતી એના વિશે જાણકારી મળી. નાટકને ૧૦માંથી ૭ માકર્સ આપી શકાય.
- અલ્પા વાંઝા, સ્ટુડન્ટ
શરૂઆતમાં કોમી તોફાનોના ર્દશ્યો પહેલાનાં સમયનું વાતાવરણ ઊભું કરતા હતા. તાડકેશ્ર્વર પાંડેય અને આચાર્યજીનો રોલ બેસ્ટ લાગ્યો. આચાર્ય નેગેટિવ રોલમાં પર્ફેકટ હતા. - કુંદન, સ્ટુડન્ટ