• Gujarati News
  • ગરબાની સુરતી સ્ટાઇલ

ગરબાની સુરતી સ્ટાઇલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સિટીમાં ગરબા કલાસિસમાં નીતનવા ગરબાના સ્ટેપ્સનું ઇન્વેન્શન થઈ રહ્યું છે. એક ગરબા કલાસિસના સંચાલકે તો ગરબાના સ્ટેપ્સમાં ગુજરાતના તમામ લોકનૃત્યોનો સમાવેશ કર્યો છે જ્યારે એક સંચાલકે તો બાવીસીયુ, છત્રીસીયુ જેવા બધા સ્ટેપ્સ મળીને ૨૫૦ સ્ટેપનું દોિઢયું તૈયાર કર્યું છે. યંગસ્ટર્સને પણ આ નવા સ્ટેપ્સ રમવાની મજા પડે છે.
ફ્યૂઝન ગરબા તૈયાર કરનારા રાજુ પટેલે કહ્યું હતું કે, ‘અમે બાંવન સ્ટેપનું દોિઢયું તૈયાર કર્યું છે. જેમાં ગરબો, પાંચીયું, ફુડો અને ડાંગી સહિત ગુજરાતના તમામ લોકનૃત્યની ઝલક મળશે. ગરબા કે દોિઢયું હંમેશા ગરબો ગાતા ગાતા કરવા જોઈએ. પેરમાં રમતા હોય તો કોઓડિeનેશન ખૂબ જ પફેઁકટ હોવું જોઈએ. દર વર્ષે ખૈલેયાઓ બત્રીસમું અને છત્રીસમું દોિઢયું વધુ રમે છે.’ ઘોડદોડ રોડ એરિયામાં ગરબાના કલાસિસ ચલાવતા વિનય દાફડાએ કહ્યું હતું કે, ‘અમે તો આ વખતે ૨૫૦ સ્ટેપ્સનું દોિઢયું તૈયાર કર્યું છે. જેમાં બાવીસીયું, છત્રીસીયું અને પોપટીયું જેવા બધા જ સ્ટેપ્સ મિકસ કર્યા છે. જોકે, ૨૫૦ સ્ટેપ્સ કરવા માટે વ્યક્તિમાં સ્ટેમિના હોવો જોઈએ.’
ગરબાના સ્ટેપ્સ સિવાય જીતવા માટે ડ્રેિંસગ સેન્સ પણ જરૂરી છે. નવરાત્રિમાં નિણૉયક તરીકે રહેતા જગદીશભાઈ પુરોહિતે કહ્યું હતું કે, ‘નવરાત્રિમાં સૌથી અગત્યની બાબત ડ્રેિંસગ સેન્સ છે. ટ્રેડશિનલ કલા‹થ્સ જ પહેરવા જોઈએ. તેમજ દોિઢયા કે ગરબા કરતી વખતે રિધમ, એકસપ્રેશન, એનર્જી લેવલ અને પ્રેઝન્ટેશન પણ સારું હોવું જોઈએ. ગરબા રમતી વખતે હાથ અને આંખનું કો-ઓડિeનેશન ખૂબ જ જરૂરી છે.’