• Gujarati News
  • ૪ મહિલાનાં ચક્ષુદાનથી ૮ વ્યક્તિને જયોતિ મળશે

૪ મહિલાનાં ચક્ષુદાનથી ૮ વ્યક્તિને જયોતિ મળશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોયલીના મહિલામંડળના ટેમ્પા અકસ્માત નડતાં સાત મહિલાનાં મોત નીપજયાં હતાં. મોતને ભેટનાર ચાર મહિલાના સયાજી હોસ્પિટલમાં ચક્ષુદાનથી આઠ પ્રજ્ઞાચક્ષુઓને જયોતિ મળશે. સયાજીના ઓપ્થેલ્મોલોજી વિભાગના વડા ડો. વી.વી.પંડ્યાએ જણાવ્યું કે મૃતક ૪ મહિલાનું ચક્ષુદાન થયું હતું. હોસ્પિટલની ઓપીડીમાં જરૂરિયાતમંદોની યાદી પૈકી આઠ જણનાં લોહી સહિતનાં પરીક્ષણ કરાયું હતું. જે પૈકી ચાર જણની આંખનું તો આજે ઓપરેશન કરી દેવાયું છે. આવતી કાલે વધુ બે દર્દીનું ઓપરેશન કરાશે. જ્યારે અન્ય બે ચક્ષુ માટે પણ યાદી મુજબ પરીક્ષણ માટે બોલાવાઇ રહ્યાં છે.