• Gujarati News
  • નેચરલ એસી અને દેશી વજનકાંટો બનાવતા બાળવિજ્ઞાની

નેચરલ એસી અને દેશી વજનકાંટો બનાવતા બાળવિજ્ઞાની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ઘર કે ઓફિસ-ઇન્ડસ્ટ્રીઝ એ.સી લગાવ્યા વગર જ એ.સી જેવી ઠંડી હવા મળે ખરી ? સાવલી હાઇસ્કૂલના ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી અતુલ મિશ્રા અને દિલાવર પરમારે બનાવેલા મોડેલમાં તેલના ખાલી ડબ્બાને એક બાજુથી ખુલ્લો રાખી તેમાં પાણી ભરીને બીજીબાજુથી તાંબાની પાઇપ પસાર કરીને પાઇપનો એક તરફના છેડાઓ વાતાવરણના સંપર્કમાં રહે છે. જ્યારે બીજી તરફના છેડા ઘર અને ઓફિસ-ઇન્ડસ્ટ્રીઝના મકાનના અંદરના ભાગમાં ખુલે છે. એક તરફથી બહારના વાતાવરણની ગરમ હવા ભૂર્ગભ ટાંકીની પાઇપોમાં થઇને મકાનમાં દાખલ થાય છે. જે ઠંડી હોય છે જેનાથીં ઠંડક પ્રસરી જાય છઆ પ્રોજેકટ માત્ર ૧૩૫ રૂપિયામાં તેયાર થયો છે.