• Gujarati News
  • શહેર જિલ્લાના કમીgઓ માસ સીએલમાં જોડાશે

શહેર-જિલ્લાના કમીgઓ માસ સીએલમાં જોડાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ કર્મચારીઓનાં પડતર પ્ર®નો બાબતે રાજ્ય સરકારને વારંવાર રજુઆત કરવા છતાં કોઇ હકારાત્મક પરિણામ નહીં આવતાં આવતીકાલે ગુરુવારે તા.૨૭મીએ જાહેર કરેલા માસ સીએલ ના આંદોલનમાં વડોદરા શહેર-જિલ્લામાંથી અંદાજે ૫૦ હજાર કર્મચારીઓ જોડાશે. જેના પગલે સરકારી કચેરીઓમાં એક દિવસ પૂરતી કામગીરી ઠપ થઇ જશે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ વડોદરા જિલ્લા પ્રમુખ ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે, માસ સીએલ ના આંદોલન પહેલાં આજે સરકારના પ્રતિનિધિઓ સાથે કર્મચારી આગેવાનોની બેઠકમાં કોઇ પરિણામ આવ્યું નથી. જેથી માસ સીએલ નો કાર્યક્રમ યથાવત્ રાખવામાં આવ્યો છે. ગુરુવારે માસ સીએલ દરમિયાન કર્મચારીઓ તેમની કચેરીઓની બહાર સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી એકત્ર થઇને દેખાવો-સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકારની કર્મચારીઓ વિરોધી નીતિઓનો વિરોધ કરશે.