• Gujarati News
  • ગુડ્ઝ ટ્રેનની ટક્કરે યુવક કપાયો

ગુડ્ઝ ટ્રેનની ટક્કરે યુવક કપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા . વડોદરા રેલવે સ્ટેશનથી હોમ સગિjલ વચ્ચે બુધવારે સવારે ગુડ્ઝ ટ્રેનની ટક્કરે અજાણ્યો યુવક કપાઇ ગયો હતો. રેલવે પોલીસે યુવકના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.
ગાંધીધામ ગોડિયા ગુડ્ઝ ટ્રેન સોમવારે સવારે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થઇ રહી હતી. દરમિયાન રેલવે સ્ટેશન અને હોમ સગિjલ વચ્ચે સવારે સાડા સાત વાગ્યાના સુમારે રેલવેના પાટા ઓળંગતો અજાણ્યો ૨૪ વર્ષીય યુવક ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની ટક્કરે યુવક કપાઇ જતાં કમકમાટીભર્યું મોત નીપજયું હતું. રેલવે પોલીસે યુવકના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી તેના વર્ણનના આધારે વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ દિલીપભાઇ ચલાવી રહ્યા છે.