• Gujarati News
  • ગેસ લીકેજથી મકાનમાં આગ લાગી

ગેસ લીકેજથી મકાનમાં આગ લાગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ગોત્રી રોડ મોરારીપાર્ક સોસાયટીમાં રહેતા રમણલાલ પટેલના મકાનમાં બુધવારે સવારે રાંધણગેસના સિલન્ડિરમાં લીકેજ થતાં ઘરમાં આગ લાગી હતી. જેમાં ઘરવખરી સળગતા તેમના પરિવારજનોમાં ગભરાટના કારણે દોડધામ મચી હતી. આ બનાવની ફાયર બ્રિગેડ મથકે જાણ થતાં જ લાશ્કરોએ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને સિલન્ડિરનું રેગ્યુલેટર કાઢી તેને સલામતસ્થળે ખસેડયો હતો. આગમાં ફનિeચર તેમજ અન્ય ઘરવખરી બળી ગઈ હતી.