• Gujarati News
  • એચઆર વિષય ભણાવાતો નથી

એચઆર વિષય ભણાવાતો નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની ગલ્ર્સ કોલેજની ૮૦ વિધ્યાર્થિનીઓને એચ.આર વિષય ભણાવવા માટે કોલેજમાં કોઇ લેકચરર કે અધ્યાપક આવતાં ન હોવાથી ખુદ વિધ્યાર્થિનીઓને અઠવાડિયામાં ૩ થી ૪ દિવસ સુધી ચાર કિલોમીટર દૂર એવા કોમર્સ ફેકલ્ટીમાં લેકચર ભરવા માટે ફરજ પડતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
કોમર્સ ફેકલ્ટીના અંગત વર્તુળોના જણાવ્યા મુજબ, કોમર્સ ફેકલ્ટીમાં એચ.આર, માર્કેટિંગ અને એચ.આર.એમ જેવા સ્પેશિયલ વિષય રાખનાર વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ પર લેકચર ભરવા માટે આવવું પડે છે. એમાંય જો કોઇ વિધ્યાર્થિની ગલ્ર્સ કોલેજમાં ભણતી હોય તો તેને પણ લેકચર ભરવા તો કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ પર જ આવવું પડે.
ચાલુ વર્ષે ગલ્ર્સ કોલેજમાં એસ.વાય.બીકોમમાં ભણતી લગભગ ૮૦ જેટલી વિધ્યાર્થિનીઓએ એચ.આર અને એચ.આર.એમ જેવા વિષયો રાખ્યા હોવાથી તેમને અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ સુધી સતત છેલ્લો પિરીયડ ભરવા માટે મેઇન બિલ્ડિંગ પર જ લેકચર ભરવા આવવું પડે છે. વિધ્યાર્થિનીઓને ૧૦ મિનિટની અંદર લેકચર ભરવા મેઇન બિલ્ડિંગ પર પહોંચવાનું હોવાથી મોટાભાગની વિધ્યાર્થિનીઓ બસમાં આવતી હોવાથી તેમને મેઇન બિલ્ડિંગ પર પહોંચતા વાર લાગે છે. ઘણી વખત તો સમયસર બસ ન મળવાને લીધે મોટાભાગની વિધ્યાર્થિનીઓને ઘણો જ સમય લાગતો હોવાથી તેઓ મેઇન બિલ્ડિંગ પર પહોંચે ત્યાં સુધી તો અડધો લેકચર પતી જાય છે. પરિણામે વિધ્યાર્થિનીઓને લેકચર ભરવા મળતો નથી. વિધ્યાર્થિનીઓને પડતી મુશ્કેલીઓ અંગે ખુદ ફેકલ્ટીના ડીન પ્રો. પરિમલ વ્યાસ પણ પરિચીત હોવા છતાં પણ તેઓ આજદિન સુધી વિધ્યાર્થિનીઓની તકલીફો દૂર કરવા માટે એકપણ પગલાં ભરતાં જ નથી.