• Gujarati News
  • આજે સ્થાયી સમિતિમાં ~૧૭૮ કરોડના કામોની ચર્ચા કરાશે

આજે સ્થાયી સમિતિમાં ~૧૭૮ કરોડના કામોની ચર્ચા કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગર સેવાસદનની સ્થાયી સમિતિના એજન્ડામાં આખરે કામોની સંખ્યાની ગતિમાં ઘટાડો થયો છે.
વિધાનસભાની ચૂંટણીનુ જાહેરનામુ ગમે ત્યારે પ્રસિધ્ધ થશે તેવી વકીના પગલે સ્થાયી સમિતિની છેલ્લી બે બેઠકથી ૫૦થી વધુ દરખાસ્તો મંજુરી માટે રજુ કરવામાં આવતી હતી. જોકે, ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ૧૫ જ દરખાસ્ત એટલે કે અગાઉની માફક રાબેતા મુજબ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની એજન્ડામાં ૧૭૮ કરોડ રૂપિયા પૈકી ૭૪ કરોડ રૂપિયાના કામો એવા છે કે જે અગાઉની બેઠકમા ંમુલતવી રાખવામાં આવ્યા હતા.
સ્થાયી સમિતિની બેઠકમાં નવા ૧૦૪ કરોડ રુપિયાના કામો રજુ કરાયા છે અને તે પૈકી ૧૦૦ કરોડ રૂપિયાની જ એક દરખાસ્ત છે.જેમાં ચાર ઝોનમાં હાઇટેક સ્પે. હોસ્પિટલ, કચરો ઉપાડવા ૧૨ વાહનો ખરીદવા, સુરસાગર સફાઇ માટે ૧૭ લાખનો ખર્ચ કરવા સહિતના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે.