• Gujarati News
  • એક જ કુટુંબના ૧૩ની ધરપકડ

એક જ કુટુંબના ૧૩ની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા તાલુકાના ખારવા ગામે સગાઇના કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપ્યુ ંહોવાની અદાવત રાખીને એક યુવકની ઘાતકી હત્યા સાથે અન્ય ચારેક લોકોને જીવલેણ
ઇજા કરવામાં આવી હતી. બાર
દિવસ પહેલાં ખેલાયેલા આ ખુની ખેલના ગુનામાં ૧૩ લોકોની
ધરકપડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખારવા ગામના કોલેડા ફિળયામાં રહેતા ઝીથરાભાઇ ભાભોરના મોટા ભાઇ મલાભાઇની દીકરી રમુબેનની સગાઇ દેવધા ગામે ૧૪મી તારીખે રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેમના પરીવારના કેટલાંક લોકોને કોઇ કારણોસર બોલાવાયા ન હતા. જેથી આ બાબતની અદાવત રાખીને
રાતના સમયે આવેલા ટોળાઓ ધિંગાણું કરીને કુહાડી તથા ધારિયાના ઘા મારીને ૨૮ વર્ષિય રાજુ નવલા ભાભોરની ઘાતકી હત્યા
કરી નાખી હતી. આ ઉપરાંત
ઝીંથરા ભાભોર, તેના પિતા, સુમિત્રાબેન તથા પાલ્લીબેન પણ જીવલેણ ઇજા કરી હતી.
ઘટના સંદર્ભે ઝીથરા ભાભોરની ફરિયાદના આધારે પોલીસે ૧૩ સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બાર દિવસ બાદ આ પ્રકરણમાં સંડોવાયેલા કેશીયા મંગળા ભાભોર, ધનીયા ગમા ભાભોર, બબલા મંગળા ભાભોર, કનૈયા ગમા ભાભોર, મેઘલા મંગળા ભાભોર, વિનુ કેશીયા ભાભોર, કમલેશ બબલા ભાભોર, કેલુ કેશીયા ભાભોર, નટુ ગમા ભાભોર, લલિત માનસિંગ ભાભોર, કાળુ હમીર ભાભોર, હિઁમત હમીર ભાભોર તથા ભારત ગમા ભાભોરની ધરપકડ કરીને તેમને સિળયા પાછળ ધકેલી દીધા હતાં.
આમ ખારવા ગામે નજીવી બાબતે અદાવત રાખીને યુવકની ઘાતકી હત્યા સંદર્ભે પોલીસે ૧૩ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધીં ધરપકડ કરતાં ગામમાં ચર્ચા રહી હતી.