• Gujarati News
  • ડાકોર મંદિરના ટ્રસ્ટીપદ માટેની વધુ સુનાવણી ૪થી ઓકટોબરે

ડાકોર મંદિરના ટ્રસ્ટીપદ માટેની વધુ સુનાવણી ૪થી ઓકટોબરે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટિ બોર્ડના ટ્રસ્ટીપદની નિમણૂંક અંગેની નડિયાદ કોર્ટમાં બુધવારે વધુ એક મુદ્દત પડી હતી. ટ્રસ્ટીપદ અંગેની કાર્યવાહી ૪થી ઓકટોબરે હાથ ધરાશે.
ડાકોર શ્રી રણછોડરાય મંદિરના ડાકોર ટેમ્પલ કમિટિમાં ટ્રસ્ટી બપિીનચંદ્ર દિવાનનું નિધન થતાં તેમની ટ્રસ્ટીપદની જગ્યા ખાલી પડી હતી. તે ભરવા માટેની સત્તા નડિયાદની કોર્ટ હસ્તક છે. આ સંદર્ભે ૨૦મેના રોજ કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટીપદની જગ્યા માટે કુલ છ વ્યક્તિએ દાવેદારી નોંધાવી હતી. આ ટ્રસ્ટીપદની નિમણૂક અંગે કાર્યવાહી માટે નડિયાદની કોર્ટમાં બુધવારે મુદ્દત હતી. ન્યાયાધશિે ટ્રસ્ટીપદની નિમણૂંકની કાર્યવાહી માટે ૪થી ઓકટોબરની મુદ્દત નક્કી કરી છે.